લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો
ગુટખા અને તંબાકુથી થતાં મુખ કેન્સરને અટકાવવા માટે હવે દેશી સારવારનો રસ્તો નીકળી ગયો છે. કાશી હિન્દુ યુનિવર્સિટી માં દંત વિન ફેકલ્ટી ઓફ ડીન પ્રો. ટી.પી. ચતુર્વેદીએ સંશોધન કર્યા પછી શોધી કાઢ્યું કે તુલસી અને હળદરથી મોંઢામાં થતાં કેન્સર રોગની ચોક્કસ સારવાર શક્ય છે.
આમ તો આપણે હળદર અને તુલસીના કુદરતી ગુણોથી પહેલાથી જ પરિચિત છીએ, હવે બંનેની આ વિશિષ્ટ ગુણોનો ઉપયોગ ઓરલ સબમ્યુકસ ફાઈબ્રોસિસ ડીસીઝ જે આગળ વધી મુખ કેન્સર બને છે, તેની સારવાર માટે પણ થાય છે.
લગભગ એક વર્ષ સુધી ચાલેલા પ્રો. ચતુર્વેદીની ટીમના સંશોધન માટે ડેન્ટલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ પહેલેથી માન્યતા આપી છે. માર્ચ 2013 માં બીએચયુએ પણ ચિકિત્સકોની દેખરેખમાં આ પદ્ધતિથી સારવાર માટે પરવાનગી આપી હતી. સર સુંદરલાલ હોસ્પિટલમાં હળદર અને તુલસીના સંયોગથી બનેલી દવાઓથી સારવાર પણ થઈ રહી છે. મુખ રોગની સારવારમાં તુલસી અને હળદર નો આ પહેલો પ્રયોગ છે.
કેવી રીતે થાય છે સારવાર- પ્રો. ટી.પી. ચતુર્વેદી જણાવે છે કે તેમની ટીમ દ્વારા હળદર અને તુલસીની સૂકી પાંખડીઓને પીસીને પાવડર બનાવવામાં આવે છે. પાવડરને ગ્લિસરીન માં મિશ્રિત કરીને મોઢાની માસપેશીઓ પર લગાવવામાં આવે છે. પ્રો. ચતુર્વેદીના સહયોગી સહાયક પ્રોફેસર ડૉ. અદિત કહે છે કે પીડિત વ્યક્તિને સારવાર કરાવતા પહેલા ગુટખા છોડી દેવી પડે છે.
રોગના લક્ષણો- ગુટખા ખાવાથી મોઢું ખોલનારી માસપેશીઓનું લચીલાપણું સમાપ્ત થાય છે અને તે કડક થાય છે. મુખનું ખુલવાનું ધીમે ધીમે ઓછુ થાય છે અને મોઢાથી લઇને ગળે સુધી બળતરા થાય છે. જીભની ફરવાની ગતિ પણ ધીમી થાય છે. સ્વાદ લેવાની ક્ષમતા ઓછી થાય છે. બેદરકારી રાખવાથી આ જ આગળ જઈને મુખ કેન્સર માં બદલાઈ શકે છે. ધીરે ધીરે ગળાને પણ જકડી લે છે. પ્રો. ચતુર્વેદી અનુસાર ભારતીય યુવાનોને આ રોગ સૌથી વધુ થાય છે કારણ કે યુવા પોતે સૌથી વધુ ગુટખા ખાતા હોય છે.
તુલસી અને હર્ડી જ કેમ:
ડૉ. અદિત કહે છે કે આમ તો તુલસી અને હળદર માં કુદરતી આયુર્વેદિક ગુણો ધરાવે છે પણ તેમાં કેન્સર રોકનારા મહત્વપૂર્ણ એન્ટિ ઇન્ફ્લેમેટરી તત્વો પણ છે. તુલસી આ રોગ માં રોગપ્રતિકારક શક્તિ વધારે છે. ઘા ભરવા માં પણ તુલસી મદદગાર થાય છે, તેથી સરળતાથી સુલભ બન્ને આયુર્વેદિક દવાઓનો સહારો લેવામાં આવે છે. પ્રો. ટીપી ચતુર્વેદી જણાવે છે કે અત્યાર સુધી ઓએસએમએફ રોગ માટે તુલસી અને હળદરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. દરરોજ આઠ દસ પીડીતો સર સુંદરલાલ ચિકિત્સાલય નાં દંત વિભાગ ની ઓપીડી માં આવી રહ્યા છે.
લગભગ 25 દર્દીઓની સારવાર ચાલી રહી છે. સસ્તી સારવાર તેના ઉપચારમાં ખૂબ ઓછા ખર્ચ આવે છે. પ્રો. ચતુર્વેદી કહે છે કે ઓએસએમએફ રોગની શરૂઆતમાં તબક્કામાં સારવાર શરૂ થાય છે તો બે હજાર રૂપિયામાં પીડિત સંપૂર્ણ રીતે સ્વસ્થ થઈ જાય છે.