ગ્રીષ્મા હત્યાકાંડ બાદ વડોદરામાં માસુમ દીકરી તૃષાની હત્યા, આખી ઘટના સાંભળીને તમારું લોહી ઉકાળવા લાગશે

લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો

સુરતમાં ગ્રીષ્મા હત્યા કેસ બાદ હવે દિવસેને દિવસે ઘણા બધા અપરાધોની વાતો સંભળાઈ રહી છે. વડોદરાની તૃષાની હત્યા પણ ગ્રીષ્મની જેમ જ એક તરફી પ્રેમના કારણે થઇ હોય તેવું જાણવા મળ્યું છે.ધનીયાવી ગામની સીમમાં બનેલો હત્યા કેસ પણ એ તરફી પ્રેમ હોવાનું સામે આવી રહ્યું છે.

તૃષાની હત્યા કર્યા બાદ હત્યારા કલ્પેશે તૃષાનું ટુ વ્હીલર હાઈવે પર માર્બલના કારખાના પાસે મૂકી દીધું હતું અને પછી તે તેના મિત્ર દક્ષેશની સાથે હું ઘરે જતો રહ્યો હતો. તૃષાનો મોબાઇલ સ્વીચ ઓફ કરી દીધો હતો અને તેની ગાડીની ડીકીમાં તેનો ફોન મુકી દીધો હતો.

કલ્પેશ તૃષાની હત્યા પાળિયાની મદદથી કરી હોય તેવું સામે આવ્યું છે. યુવતીનો હાથ એક કપાય ને દૂર પડી ગયો હતો, ત્યારબાદ કલ્પેશ હત્યા કરીને પોતે ઘરે નાહીને સોફા પર આરામથી સુઈ ગયો હતો ત્યારે પોલીસે તેની ધડ્પકડ કરી હતી.

યુવતીની હત્યા કરવાનું મુખ્ય કારણ યુવતીએ લગ્નનો ઇનકાર કર્યા સામે આવ્યું છે, એક મહિના પહેલા કલ્પેશે 30 જેટલી દવાની ગોળીઓ ખાઇ લીધી હતી, ત્યારબાદ તેને શ્રીજી હોસ્પિટલમાં તાત્કાલિક ખસેડવામાં આવ્યો હતો. અને બે વખત ઊલટી કરાવવી હતી. અને જ્યારે ડોક્ટરે તેને દાખલ થવાનું કહ્યું ત્યારે તેઓ હોસ્પિટલમાંથી જતા રહ્યા હતા.

કલ્પેશના જણાવ્યા મુજબ, જયારે તૃષા ગોધરા થી વડોદરા પોલીસની ભરતીની તૈયારી કરવા કરતી હતી ત્યારથી તે તૃષા સાથે સોશિયલ મીડિયા પર વાત કરતો હતો, જ્યારે તેને ખબર પડી કે તૃષા સાગર નામના એક યુવક સાથે પ્રેમમાં છે ત્યારે કલ્પેશ ખૂબ જ ગુસ્સે થઈ ગયો અને એક મહિના પહેલાથી જ હત્યાનો પ્લાન બનાવતો હતો. અવારનવાર કલ્પેશ તૃષાને મળવા માટે બોલાવતો હતો પરંતુ તેને મળવા ન જતી હતી. જ્યારે આખરે મંગળવારે તે કલ્પેશ ને મળવા રાજી થઈ ત્યારે હત્યાના ઇરાદાથી આવીને માસુમની હત્યા કરી દીધી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here