‘મને ટ્યુશનમાં નો આવડે’ વાયરલ થયેલો વિડીયોમાં રહેલો બાળક સુરતમાં રહે છે, જાણો માહિતી

લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો

સોશિયલ મીડિયામાં થોડા દિવસ છે એક માસૂમ બાળક નો ખુબ જ વિડીયો વાયરલ થઇ રહ્યો છે. ‘મને ટ્યુશનમાં ના આવડે ઘરે જ આવડે’ આ વિડીયો લગભગ દરેક લોકોએ જોયો હશે વીડિયોમાં દેખાઇ રહેલો માસુમ બાળક સુરતનો છે અને તેનું નામ રામ છે. તેની કાલીઘેલી ભાષાથી દરેક લોકો તેના પર ફિદા થઇ ગયા છે.

આ વિડીયોમાં બાળક પોતાની કાલીઘેલી ભાષામાં વાત કરે છે. તે કહે છે કે મને અત્યારે ન આવડે હું હજી નાનો છુ, જ્યારે અડધી કલાક પછી મોટો થઈશ, ત્યારે મને આવડે, હું ટ્યુશન માં નહિ બોલું, આવું બોલનાર છોકરાની તપાસ કરતા ખબર પડી કે આ બાળક સુરતનો હોવાનું બહાર આવ્યું છે.

રામ ના પિતા નું નામ નીરવભાઈ કેવડીયા છે. અને સુરતમાં કોસમાડા ગામ માં રહે છે તેના પિતા નિરવભાઈ સીએના વ્યવસાય સાથે જોડાયેલા છે. જ્યારે આઠ મહિનાનો હતો ત્યારે જ બોલતા તો શીખી ગયો હતો. જ્યારે કોઈ નાના બાળકોને લખતા જોવે ત્યારે તેને પણ ભણવાનું શોખ હતો એટલે તેની નાની ઉંમરમાં જ ઘરે જ ટ્યુશન ચલાવતા હતા.

ટ્યુશન ટીચર જીજ્ઞાશાબેન વાદી ને ત્યાં ત્રણ દિવસથી જ શરૂ કર્યું હતું. પરંતુ થતાં જ તે પોતાની કાલીઘેલી ભાષામાં બોલતો હતો કે મને ટ્યુશનમાં ન આવડે આ વિડીયો જોઇને દરેક લોકોને ખુબ જ મજા પડી ગઈ હતી. તેના પિતાએ જણાવ્યું હતું કે રામને નાની ઉમંરમાં જ જીભ આવી ગઈ હતી. એટલે કે તે આઠ મહિનાનો હતો ત્યારે જ ચોખ્ખા શબ્દો બોલતા શરૂ થઈ ગયો હતો. એટલે તેને બહુ શોખ હોવાને કારણે તેને ટ્યુશનમાં મોકલવામાં આવ્યો હતો.

રામનું મૂળ ગામ અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના ગાધડકા ગામનો વતની છે. તેઓ પિતા અને ભાઈ-ભાભી, દાદા દાદી સાથે સુરતમાં છેલ્લા ૨૦ વર્ષથી રહે છે તેઓ સર્વ મંગલ હોમ્સ કોસમાડામાં રહે છે. રામને નાનપણથી જ વાર્તા સાંભળવા નો ખુબજ શોખ છે તે પોતાના દાદાદાદી પાસે રોજ વાર્તા સાંભળે છે.

રામના મમ્મી અસ્મિતાબેન જણાવ્યું હતું કે હું એકલી મારા બાળકનું ઘડતર નથી કરતી પરંતુ રામના દાદા-દાદીનો બહુ મોટો ફાળો આપે છે. એટલે જ તે આટલી નાની ઉંમરમાં આટલું સારું બોલી શકવા સક્ષમ બની ગયો છે. રામનો આ વિડીયો જોઈ દરેક લોકો હળવાફૂલ થઈ ગયા છે અને દરેક લોકોને ખૂબ જ પસંદ આવ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here