ફર્નીચર પર લાગેલી ઉધઈ ને કાયમી દુર કરો, માત્ર 5 મીનીટમાં ઉધઈ ગાયબ થઇ જશે

લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો

ઘણી વખત થોડા દિવસ માટે ઘરની બહાર જતા જ ફર્નિચર પર ઉધઈ લાગવાની બીક લાગી જાય છે. ઉધઈ કીડીની જેમ ટોળા માં ફરતી હોય છે. ઉધઈ સફેદ કલરની જીણા જીણા જીવડા હોય છે. ઉધઈ લાકડાને કોરી ખાય છે. ઉધઈએ ખાધેલુ લાકડું બહારથી સરસ દેખાય છે પરંતુ અંદરથી સાવ પોલું કરી નાખ્યું હોય છે. મોટાભાગે જુના ફર્નીચરમાં ઉધઈ ઝડપે વધી જાય છે. આજે આપણે ઉધઈને કાયમી માટે દુર કરવાના ઘરેલું ઉપાય વિષે જાણીશું.

ઘણી વખત ઉધઈને મારવા માટે આપને રાસાયણિક દવાનો ઉપયોગ કરે છે. થોડા સમય માટે તો મરી જાય છે પરંતુ તે કાયમ માટે દૂર થતી નથી. થોડા સમય પછી તે તરત પાછી આવી જાય છે. ઉધઈ મોટા ભાગે ભેજવાળી જગ્યામાં રહેતી હોય છે. જ્યાં સૂર્ય પ્રકાશ ન આવતો હોય તેવી જગ્યા પર ઉધઈ રહેતી હોય છે.

ઉધઈને કડવી સુગંધ બિલકુલ પસંદ આવતી નથી. એટલે જ્યાં ઉધઈ લાગી હોય ત્યાં કડવા લીમડાનો પાઉડર અથવા તો કારેલા ના રસ નો છટકાવ કરવાથી મરી જાય છે. આવું એક અઠવાડિયા સુધી કરવાથી ઉધરસ કાયમી માટે જતી રહે છે અને ફરીથી આવતી નથી. આ ઉપરાંત તમે લાલ મરચાનો ઉપયોગ પણ ઉધઈને મારવા માટે કરી શકો છો. તે માટે જે  ફર્નિચર પર ઉતારી લાગી હોય ત્યાં લાલ મરચા ના પાઉડરનો છંટકાવ કરવો આવું કરવાથી ઉધઈ મરી જાય છે.

ઉધઈથી ઘર ને બચાવવા માટે લીમડાના લાકડાના નો ભુક્કો ચારેબાજુ છાંટવાથી અથવા તો લીમડાનાં પાન નો ધુમાડો કરવાથી પણ ઉધઈ મરી જાય છે. અથવા લીમડાના પાઉડર ને ફર્નિચરના કાણામાં નાખી દેવો એટલે ઉધઈ લાગવાની બીક રહે નહિ.

ઉધઈ થી બચવા માટે નેપથેલીનની ગોળી પણ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. આ ઉપરાંત તમે કાળા મરીનો પાવડરનો પણ નો ઉપયોગ પણ કરી શકો છો. કારણ કે કાળાં મરીની સુગંધ તેજ હોવાથી ઉધઈને પસંદ નથી. સંતરાની છાલનો રસ કાઢીને જ્યાં ઉધઈ હોય ત્યાં છાંટવાથી ઉધઈ મરી જાય છે. કેરોસીન ની ગંધ ખૂબ જ તીવ્ર હોવાથી ઉધઈને પસંદ આવતી નથી. એટલે ફર્નિચરને બચાવવા માટે અઠવાડિયા પણ એકવાર કેરોસીનથી પોતું લગાવવાથી ઉધઈ દૂર ભાગે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here