ઉનાળામાં લુ અને ગરમીથી બચવાના દેસી ઘરેલું ઉપાય, એક વાર અપનાવો અને પછી જોવો ચમત્કાર

લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો

ધીમે ધીમે ઉનાળાની શરૂઆત થઈ રહી છે ઉનાળાની કાળઝાળ ગરમીના કારણે ઘણી વખત ગરમી લાગી જાય છે અને લુ અને તડકો લાગી જવાના કારણે શરીરનું તાપમાન વધી જાય છે અને ડીહાઈદ્રેશનનો શિકાર બની જઈએ છીએ. આજે આપણે જોઈશું.

લુ લાગે અને તેનાથી બચવાનો સૌથી સારામાં સારો ઉપાય છે કાચી કેરી, ગરમીની સિઝનમાં મોટાભાગે લોકો કાચી કેરીનું શરબત બનાવતા હોય છે, કાચી કેરીનું શરબતથી શરીર ઠંડું પડી જાય છે અને લૂ લાગવાની ખૂબ જ ઓછી થઈ જાય છે. આ ઉપરાંત કાચી કેરીનું શરબત, વરિયાળી નાખવાથી શરીરમાં એનર્જી જળવાઈ રહે છે.

ઉનાળો આવે એટલે દરેક લોકોને છાશ યાદ આવી જાય છે છાસમાં પ્રોટીન, મિનરલ્સ, વિટામિન હોય છે જે શરીરને ગરમી ન લાગે તે માટે લૂથી બચાવે છે. ગરમીથી બચવા માટે ચંદનનો ઉપયોગ પણ થાય છે. ચંદનનો પ્રકાર હોય છે જો વધારે પડતી લૂ લાગી જાય તો ચંદનના પાઉડરની એક ચમચી પાણીમાં મિક્સ કરીને છાતી ના ભાગ પર લગાવી દેવાથી લૂ લાગવાની ઓછી થઈ જાય છે.

આ ઉપરાંત ગોળનું પાણી પણ લોકોને લૂ લાગવાથી ઓછું કરે છે તેનું પાણી પીવાથી જો લુ લાગી ગઈ હોય તો તેમાં તરત જ રાહત થાય છે અને શરીરને ઠંડું કરી દે છે. ડુંગળીનો રસ પણ લૂ ન લાગે માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે શરીરમાં જમા થયેલી ગરમીને ખેંચી લે છે અને શરીરને ઠંડું પડે છે.

આ ઉપરાંત તમે બિલાનો ઉપયોગ પણ લૂ થી બચવા માટે કરી શકો છો. જો તમને વધારે પડતો લૂ લાગી ગયું હોય તો બીલીપત્ર ના ફળ એટલે કે બીલાનું શરબત બનાવીને તમે પી શકો છો આ ઉપરાંત અમે વરિયાળી નું શરબત પણ લૂ થી બચવા માટે કરતા હોઈએ છીએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here