ઉત્તરાયણ નજીક આવતા જ સૌને જેની યાદ આવે એવી શિયાળામાં ખાવાલાયક હેલ્ધી અને આર્યનથી ભરપૂર તલ ની ચીક્કી ની સરળ રેસિપી

લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો

ઉત્તરાયણ નજીક આવતા જ સૌને જેની યાદ આવે એવી શિયાળામાં ખાવાલાયક હેલ્ધી અને આર્યનથી ભરપૂર તલ ની ચીક્કી ની સરળ રેસિપી

ગુજરાતીઓનો લોકપ્રિય તહેવારો માનો એક એટલે ઉત્તરાયણ. જેવી ઉત્તરાયણ નજીક આવે એટલે ચીક્કી, લાડુ યાદ આવે.

મકરસંક્રાતિના ટાણે જ વધુ યાદ આવતા તલનો મહિમા અનેરો છે. તલની ચીક્કી ખાવાથી જે લહેજત આવે અને જે સત્વ  શરીરને મળે તેનું મૂલ્ય પણ અનેરું છે. ટૂંકમાં તલ બહુ મહત્ત્વની ચીજ છે. કોઈ કામમાં મહેનત કરવા છતાં કામ પાર પડે એમ ન હોય તો આપણા સમાજમાં એક કહેવત છે કે ‘આ તલમાંથી તેલ નીકળે એમ નથી.’ જૂના જમાનાના વડીલો તો દરેક કામમાં સલાહ આપતા હતા કે ‘શરૃ કરતાં પહેલાં જોઈ લો કે તલમાં કેટલું તેલ છે!”

ઠંડીની ઋતુમાં તલ ખાવાથી શરીરને ઉર્જા મળે છે. તલ ત્રણ પ્રકારના હોય છે-કાળા, સફેદ અને લાલ. પરંતુ તેમાંથી કાળા તલ ખુબ જ શ્રેષ્ઠ હોય છે.

તલની અંદર પ્રોટીન, કેલ્શીયમ અને લોમ્પ્લેક્ષ વધારે પ્રમાણમાં મળી આવે છે. તલના સેવનથી માનસિક દુર્ઘટના તેમજ તણાવ દૂર થાય છે. પચાસ ગ્રામ તલ દરરોજ ખાવાથી કેલ્શીયમની આવશ્યકતા પુર્ણ થાય છે.

‘તલ’ એ શિયાળાની ઋતુમાં સ્વાસ્થ્યપ્રદ આરોગ્ય બક્ષનારાં રસાયન સમાન છે. ઉત્તરાયણના પર્વે પ્રાંતે-પ્રાંતે તલની વિવિધ વાનગીઓ બનાવાય છે. વૈદિક યુગના આરંભથી આધુનિક યુગ સુધી તલની વિવિધ વાનગીઓ બનતી રહી છે. વૈદિક યુગમાં તલનું જેટલું મહત્ત્વ હતું  એટલું  આધુનિક યુગમાં   રહ્યું નથી. કદાચ તલનું મહત્ત્વ આપણે જાણતાં નથી. વેદિક યુગમાં તલનો યજ્ઞામાં હ્તદ્રવ્ય તરીકે પણ ઉપયોગ થતો હતો.

તો ચાલો આપણે જાણીયે આર્યનથી ભરપૂર સ્વાસ્થ્યવધર્ક તલની ચીક્કી બનાવની રીત..

 • તલની ચીકી
 • સામગ્રી
 • તલ 2 વાટકી
 • ગોળ 1.5 વાટકી
 • ઘી ૨ ચમચી

પદ્ધત્તિ

 • Step 1 : 2 વાટકી તેલ લો અને તેને શેકી નાાંખો.
 • Step 2 : હવે બીજી કઢાઈમાાં ઘી નાાંખો અને દોઢ ચમચી ગોળ નાાંખો તેને બરાબર હલાવો. જયાં સુધી ગોળ નો રંગ બદલાઈ નહિ ત્યાં સુધી હલાવતા રહો.
 • Step 3 : હવે તેની અંદર ગરમ કરેલા તલ ઉમેરો.
 • Step 4 : હવે તેને બરાબર હલાવો જેથી બરાબર મિક્સ થઇ જાય.
 • Step 5 : હવે પ્લેટફોર્મ અથવા ડિશની અંદર તેલથી ગ્રીસ કરો.
 • Step 6 : હવે ગોળ અને તલના આ મિશ્રણને પ્લેટફોર્મ અથવા ડિશની અંદર પાથરી દો અને વેલણથી આ મિશ્રણને આકાર આપી દો. અને ચપ્પા થી કટ કરી.

તૈયાર ક્રિપ્સપી soft તલ સાંકડી

રાજકોટના તલ અને સીંગની ચિક્કી ખૂબ જ વખણાય છે તથા કરોડોનો વેપાર થાય છે.

આ પોસ્ટ વિષે તમારો અભિપ્રાય અમને કોમેન્ટ માં જરૂરું જણાવજો:

(A) ખૂબ સરસ  (B) સરસ  (C) ઠીકઠીક

જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય તો લાઇક કરો અને તમારા મિત્રો સાથે શેર જરૂર કરો. અને અમને ફોલો કરવાનું ભૂલતા નહીં. અને તમને આ પોસ્ટ કેવી રીતે ગમે તે અમને કમેંટ બોકસ માં જરૂર જણાવો. અને અમને આશા છે કે તમને આ પોસ્ટ ગમી હશે. આ પોસ્ટ વાંચવા માટે તમારો ખૂબ ખૂબ આભાર.

Copyrights for this article are held by the  author and no content should be copied.  without the written permission of the author or this site…

Previous articleઆ સુગર ફ્રી અને સરળ વાનગીઓ ખાવાની તો મજા આવશે જ બનાવવાની પણ એટલી જ મજા આવશે!!
Next articleકોઈ કહે ચીઝ એટલે ચહેરા પર સ્મિત આવે, બનાવો આ વાનગી એટલે મોં માંથી પાણી આવે!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here