વાળનું ખરવું એ પણ હોઈ શકે છે આ બીમારી ના લક્ષણો,ના કરો નજરઅંદાજ નહીં તો મુકાશો મુશ્કેલીમાં..

લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો

શરીરમાં બહુબધી અંતઃસ્રાવી ગ્રંથીઓ હોય છે, જેનું કાર્ય હોર્મોન્સ બનાવવાનું હોય છે. આમાથી પતંગીયાનાં આકારની થાઇરોઇડની ગ્રંથી ગળામાં વચ્ચે હોય છે. થાઇરોઇડમાંથી બે પ્રકારના હોર્મોન્સ નીકળે છે, ટી ૩ અને ટી ૪. આ બંને શરીરના મેટાબોલીઝમને નિયંત્રણમાં રાખે છે. જેનું શરીર સ્વસ્થ હોય તેના શરીરમાં આ બંને હોર્મોન્સ સારી માત્રામાં બને છે. પણ જેને થાઇરોઇડની તકલીફ થાય છે, તેમના શરીરમાં આ હોર્મોન્સનું સંતુલન બગડી જાય છે.

અત્યારે સરેરાશ દર સો મહિલાઓમાં દસ મહિલાઓ એવી છે કે જેમને થાઇરોઇડની તકલીફ છે. થાઇરોઇડ ગ્રંથીમાંથી બે પ્રકારના હોર્મોન નીકળે છે. થાઇરોક્સિન ટી ૪માં ચાર આયોડીન અને ટ્રાઇઆયોડોથાઇરીન મતલબ કે ટી૩માં ત્રણ આયોડીન હોય છે. ટી ૪ જરૂરીયાત મુજબ ટી ૩માં બદલાઇ જાય છે. શરીરમાં આ બંને આયોડીનના લેવલને થાઇરોઇડ સ્ટીમ્યુલેટિન હોર્મોન નિયંત્રણમાં રાખે છે. જો કારણ વગર તમારું વજન વધવા લાગે તો તમને થાઇરોઇડની તકલીફ હોઇ શકે છે. થાઇરોઇડના કારણે અસ્થમા, કોલેસ્ટ્રલ, ડિપ્રેશન, ડાયાબિટીસ, અનિંદ્રા અને હાર્ટની બિમારીઓ થવાની શક્યતાઓ રહે છે. માટે તે ન થાય તેની કાળજી ચોક્કસ રાખવી જોઇએ.થાઇરોઇડની ઓળખ કઇ રીતે કરશો.

જો તમને થાઇરોઇડ થયો હોય તો અમુક લક્ષણ ઉપરથી તમને ખ્યાલ આવી જશે કે થાઇરોઇડ છે. જેમાં ભૂખ ઓછી લાગે છતાં વજન વધવાની તકલીફ થાય, હાર્ટબીટ્સ અમુક સમયે ઓછી થઇ જાય, ગળા પાસે સાજો ચડયો હોય તેમ લાગે, વધારે પડતો થાક લાગે, આળસ આવ્યાં કરે, ચામડી સુકી અને ડલ લાગવા માંડે, ગરમીમાં પણ ઠંડી લાગે, વાળ વધારે પ્રમાણમાં ઉતરવા લાગે, યાદશક્તિ ઘટી જાય, સમય પહેલાં મેનોપોઝ આવી જાય. આ પ્રકારના લક્ષણ વર્તાય એટલે સમજવું કે તમને થાઇરોઇડની શક્યતા છે. ઘણી સ્ત્રીઓને આ કારણે ગર્ભ રહેવામાં પણ પ્રશ્ન ઉત્પન્ન થતો હોય છે. થાઇરોઇડ બે પ્રકારના હોય છે. એકમાં વજન વધવા લાગે છે, જ્યારે બીજામાં અચાનક વજન ઘટવા લાગે છે. જો તમને થાઇરોઇડ ડીટેક્ટ થાય તો તેની દવા ભુલ્યા વગર બીપીની દવાની માફક જ નિયમીતરૂપે લેવી પડે છે.થાયરોઈડની સમસ્યાનું કારણ શું.

ઘણીવાર થઇરોઇડ વ્યક્તિની ખરાબ જીવનશૈલીના કારણે પણ થતો હોય છે. તેમજ આયોડીનની કમીના કારણે પણ આ તકલીફ સર્જાતી હોય છે. ભોજનમાં હંમેશા આયોડીનની માત્રા માપસર જ હોવી જોઇએ. ન તો વધારે માત્રા હોવી જોઇ, ન તો ઓછી. તેમજ જીવનશૈલી ખરાબ હોય, સતત તણાવનો અનુભવ કરતાં હોવ, બહારનું ભોજન વધારે પ્રમાણમાં લેવાનું થતું હોય તો પણ આ સમસ્યા સર્જાતી હોય છે.થાઈરોડ એક એવી બિમારી છે જેમાં ગળાના એક હિસ્સામાં એટલે કે થાઈરોડ ગ્રંથી પ્રભાવિત થવાના કાણે શરીરમાં પુરતા પ્રમાણમાં હોર્મોન નથી બની શકતું. જેના કારણે વ્યક્તિના શરીરમાં ઘણા ફેરફાર આવે છે. આ બીમારી પુરૂષો કરતા સ્ત્રીઓમાં વધારે હોય છે. આજકાલ જોવા મળી રહ્યું છે કે, યુવાઓમાં પણ થાઈરોડનું જોખમ સતતવધી રહ્યું છે.શું કહે છે ડોક્ટર.

 

ડોક્ટરનું કહેવું છે કે, યુવાઓની બદલાતી લાઈફસ્ટાઈલ અને ખાનપાનના રીત તેમાં થાઈરોડના જોખમને વધારી રહી છે. એવામાં તે ઘણું જરૂરી છે કે તમે થાઈરોડના લક્ષણોને ઓળખો અને સમયસર આ બિમારીથી બચવાની કોશિષ કરો.થાઈરોડના આ છે લક્ષણો, ગળામાં સોજો થાઈરોડના દર્દીને ગળામાં સોજાની ફરિયાદ રહે છે. કારણ કે, ખાઈરોડમાં ગળાની થાઈરોડ ગ્રંથી પ્રભાવિત થાય છે. તે માટે આવા દર્દીઓમાં આવા લક્ષણો જોવા મળે છે.વજનમાં વધારો થવો કે ઓછો થવો થાઈરોડના દર્દીઓમાં વજનમાં વધારો થાય છે. તો ક્યારેક ઘટી જાય છે. સામાન્ય રીતે થાઈરોડના દર્દીમાં વજન અનિયંત્રીત રહેવાના લક્ષણો જોવા મળે છે. તમારો વજન નિયમિત રૂપે ચેક કરાવો.

હૃદયની ગતિમાં અસંતુલન, જે વ્યક્તિમાં થાઈરોડ હોય છે. તેના હૃદયની ગતિ ક્યારેક વધારે ઝડપથી તો ક્યારેક બહુ ઓછી થઈ જાય છે. આ થાઈરોડના મહત્વપૂર્ણ લક્ષણ છે. આવું થતું હોય તો તુરંત ડોક્ટરનો સંપર્ક કરો.વાળોનું ખરવુ, આ બિમારીમાં વાળ ઝડપથી ખરવા લાગે છે. થાઈરોડમાં દર્દીઓના વાળ નબળા પડી જાય છે જેના કારણે વાળોને હાથ લગાવ્યે પણ તે ટુટીને નીચે પડી જાય છે.આવી રીતે થાઈરોડથી બચો, હેલ્ધી ડાયટને અપનાવો થાઈરોડથી બચવા માટે હેલ્ધી ડાયટને અપનાવવું જોઈએ. સાથે જ તેને પચાવવા માટે મહેનત કરવી જોઈએ.

ડબ્બામાં બંધ ભોજનથી બચો થાઈરોડથી પ્રભાવિત દર્દીએ ડબ્બામાં બંધ ભોજનથી બચવું જોઈએ. આ ભોજન થાઈરોડ દર્દીઓ માટે ખરાબ હોય છે.વ્યાયામ કરો, થાઈરોડના દર્દીને સર્વાંગાસન, મત્સ્યાસન અને હલાસન જેવા યોગાસન કરવા જોઈએ. તે ઉપરાંત ગળાની વધારેમાં વધારે કસરત કરવી જોઈએ.થાઇરોઇડના દરદીઓમાં સૌથી વધારે આયોડીન, સેલેનિયમ, અને ઝિંકની ઉણપ જોવા મળે છે. તેથી આ ત્રણેય વસ્તુ જેમાથી વધારે પ્રમાણમાં પ્રાપ્ત થાય તેવી વસ્તુઓનું સેવન કરવું જોઇએ.

મશરુમ, મશરુમમાં સેલેનિયમની માત્રા ભરપૂર પ્રમાણમાં હોય છે. જે થાઇરોઇડને નિયંત્રણમાં લાવવાનું કાર્ય કરે છે, તેથી થાઇરોઇડના દરદીઓએ મશરુમનું સેવન ચોક્કસ કરવું જોઇએ.ઇંડાં, ઇંડાંમાં ભરપૂર માત્રામાં પ્રોટીન અને સેલેનિયમ પણ સારીએવી માત્રામાં ઉપલબ્ધ થઇ આવે છે. તેથી શીયાળાના દિવસોમાં રોજે એક ઇંડુ નિયમીત ખાવું જોઇએ.જે લોકો ઇંડા ખાતા હોય તેમણે. જે ન ખાતા હોય તેમણે મશરુમ ખાવું.

દહીં, નિયમીત દહીં ખાવાથી શરીરમાં રોગ પ્રતીકારક શક્તિ વધે છે. જેનાથી થાઇરોઇડ હોર્મોન પણ નિયંત્રણમાં રહે છે. માટે રોજે દહીં અચુક ખાવું જોઇએ.સુકો મેવો બદામ અને અખરોટ આયોડીનના શ્રેષ્ઠ સ્ત્રોત માનવામાં આવે છે. તે થાઇરોઇડ ગ્રંથીને સ્વસ્થ કરવામાં મદદરૂપ થાય છે. તેથી સુકા મેવાનું સેવન પણ રોજે કરવું જોઇએ.અળસી, અળસીમાં ૨૩ ટકા ઓમેગા-૩ ફેટી એસીડ હોય છે, તેમજ ૨૦ ટકા પ્રોટીનની માત્રા હોઇ છે. ઓમેગા ૩ ફેટી એસીડ થાઇરોઇડને કંટ્રોલ કરવાનું કાર્ય કરે છે. માટે થાઇરોઇડના દરદીઓએ અળસીનું સેવન ચોક્કસપણે કરવું જોઇએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here