વૈષ્ણોદેવી ગુફાના હેરાન કરી દેવા વાળા રહસ્યો

લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો

વૈષ્ણોદેવી એક પવિત્ર સ્થળ છે .વૈષ્ણોદેવી મંદિર શક્તિને સમર્પિત એક હિંદુ મંદિર છે જે ભારતના જમ્મુ-કાશ્મીરમાં વૈષ્ણો પહાડી પર સ્થિત છે. ઘણા બધા શ્રદ્ધાળુઓ માતાના દર્શન માટે દેશના કોના કોના માંથી આવે છે. પરંતુ તેમાંથી ઘણા બધા ભક્તો એવા હશે કે જે માતા વૈષ્ણોદેવીના મંદિરના રહસ્યો નથી જાણતા.

ભક્તોની ભીડ ના કારણે શ્રદ્ધાળુઓની ગુફાનો દર્શન કરવાનો સમય ખૂબ જ ઓછો મળે છે. આજે અમે તમને આ ગુફાના હેરાન કરી દેવા વાળા રહસ્યો વિશે જણાવીશું.

આ મંદિર જમ્મુ ના કટરા જિલ્લામાં સ્થિત છે. મંદિર સૌથી પૂજનીય સ્થળોમાંથી એક છે. મંદિર 5200 ફીટની ઊંચાઈ પર અને કટરાથી લગભગ બાર કિલોમીટરની દૂરી પર છે. આ મંદિરની દેખરેખ વૈષ્ણોદેવી મંડળ દ્વારા કરવામાં આવી છે. જેટલું મહત્વ મંદિરનું છે તેટલું જ મહત્વ માતાની ગુફાનું પણ છે. માતા વૈષ્ણોદેવીના દર્શન માટે તેના ભક્તોને તેમાંથી પસાર થવું પડે છે. કહેવાય છે કે માતા ની આ ગુફા ખુબજ રહસ્યોથી ભરી પડી છે.

અત્યારે જે રસ્તો બનાવેલો છે માતાના દર્શન માટે તે પ્રાકૃતિક રસ્તો નથી. ભક્તોની સંખ્યા વધવાના કારણે આ રસ્તો બનાવવામાં આવ્યો છે. વર્તમાન સમયમાં શ્રદ્ધાળુઓ આજ નવા રસ્તામાંથી જ માતાના મંદિરમાં પ્રવેશ કરી શકે છે. ઘણા સૌભાગ્ય શ્રદ્ધાળુઓને પ્રાચીન ગુફામાંથી જવાનું સૌભાગ્ય મળી જાય છે. નિયમ એ છે કે જ્યારે 10000થી ઓછા શ્રદ્ધાળુ હોય ત્યારે પ્રાચીન મુકવાનો રસ્તો ખોલી દેવામાં આવે છે. પવિત્ર ગુફાની લંબાઈ 58 ફિટ છે.

આ ગુફામાં એક ચબુતરો બનાવવામાં આવ્યો છે. આ ચબૂતરાની ઉપર માતાનું આસન બનાવવામાં આવ્યું છે. માતા વૈષ્ણોદેવીની ગુફાનું ખૂબ જ મહત્વ છે. બધા શ્રદ્ધાળુઓ આજ ગુફામાંથી જવાની ઈચ્છા રાખે છે. કહેવાય છે કે આ ગુફામાં ભૈરવનું શરીર મોજુદ છે .માતા વૈષ્ણોદેવી આજ ગુફામાં ભૈરવને પોતાના ત્રિશુળથી માર્યો હતો. જ્યાં તેનું ધડ પડ્યું હતું તે મંદિરથી ત્રણ કિલોમીટર અહીંથી દૂર છે. તેને ભૈરવનાથ મંદિર તરીકે ઓળખવામાં આવે છે. આ ગુફામાં કાયમ જ ગંગાનું પવિત્ર નીર વહેતો રહે છે. શ્રદ્ધાળુઓ આ નીરમાંથી થઈને જ માતાના દરબાર સુધી પહોંચે છે.

માતા વૈષ્ણોદેવીના એ કહ્યું હતું હનુમાનજીને કે તમે ભૈરવનાથ સાથે નવ મહિના સુધી ગુફાની બહાર રમો. હું નવ મહિના સુધી ગુફાની અંદર તપ કરીશ. ત્યારે હનુમાનજીએ તેના કહેવા પ્રમાણે કર્યું. આ પવિત્ર ગુફા ને અર્ધ કુવારી ના નામે પણ જાણવામાં આવે છે. હનુમાનજીને તરસ લાગવાથી વૈષ્ણોદેવીએ પોતાનું ત્રિશુલ દીવાલમાં મારીને ત્યાંથી જળ ધારા વહાવી હતી. તે જળથી પોતાના કેસ પણ ધોયા હતા. આજે પણ આ પવિત્ર રસ્તો ધારા બાણગંગા ના નામે થી ઓળખાય છે.

આ બાણ ગંગામાં સ્નાન કરવાથી ભક્તોની દરેક પરેશાનીઓ દૂર થઈ જાય છે. અહીં એક ગુફા છે જેને ગર્વ નામે થી ઓળખવામાં આવે છે .કહેવાય છે કે જે પણ ભક્ત આ ગુફામાં જાય છે તેને પછી માતા ની ગુફા માં આવવાની જરૂર રહેતી નથી . અથાર્ત તેને તે ગુફામાં મોક્ષ મળી જાય છે અને જો તે ભક્ત ને માતાની ગુફામાં આવવું પડ્યું તેનું જીવન કાયમ માટે સુખમય બની જાય છે. મિત્રો તમે પણ આ માતાના અને ગુફા ના દર્શન માટે જરૂર જજો અને અમને તમારા અનુભવો કોમેન્ટમાં શેર કરજો.

Previous articleસરહદ પાર પણ છે કોઈ શક્તિ જે કરે છે ભારતની રક્ષા, મુસલમાન કહે છે ‘નાનીપીર’
Next articleતીખાનાં સેવનથી થતાં ફાયદાઓ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here