વારાણસીના વિશ્વપ્રસિદ્ધ મંદિર બાબા વિશ્વનાથનો મહિમા, જાણો પ્રધાનમંત્રી પણ દર વર્ષે આવે છે દર્શને

લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો

કાશી એટલે હિન્દુઓનું પવિત્ર સ્થાન, અહીં બાબા વિશ્વનાથ પણ છે, તો માં ગંગા પણ છે. અહીં એક તરફ તમે કાશીના સ્મશાન ઘાટ ઉપર સળગતા મડદા નો પીળો અગ્નિ જોશો તો બીજી તરફ નદી ને પેલે પાર તમેં પીળા ફૂલ જોશો.

કાશીનો મહિમા અનેરો છે, અહીંના ઘાટ ઉપર લોકો પોતાના પરિવાર માં થયેલ આત્માની શાંતિ માટે પૂજા કરવા આવે છે, અહીં લોકો દર વર્ષે આધ્યાત્મિક અનુભવ કરવા આવે છે, તો ઘણા લોકો હિન્દૂ ધર્મનો અભ્યાસ કરવા માટે લોકો વિદેશથી આવે છે.

જાણો વારાણસીના કાશી વિશ્વનાથ સાથે જોડાયેલી આ મહત્ત્વની વાતો

કાશી વિશ્વનાથ મંદિર કુલ 2 ભાગમાં વહેંચાયેલું છે

વારાણસીમાં આવેલું કાશી વિશ્વનાથનું મંદિર ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગ પૈકીનું એક છે. ગંગા નદીના તટ પર આવેલા આ મંદિરની વડાપ્રધાન નરેન્દ્ન મોદી પણ અનેક વખત મુલાકાત લઈ ચૂક્યા છે. કાશી વિશ્વનાથ મંદિર કુલ 2 ભાગમાં વહેંચાયેલું છે કે જેમાં એકબાજુ માતા ભગવતી અને બીજી બાજુ ભગવાન શિવ વિરાજમાન છે.

મુક્તિ ધામ તરીકે પણ ઓળખાય છે

કાશી વિશ્વનાથ મંદિર દુનિયાના પ્રસિધ્ધ હિન્દુ મંદિરો પૈકીનું એક છે અને આ મંદિરની મુખ્ય પ્રતિમાને વિશ્વનાથ નામ આપવામાં આવ્યું છે કે જેનો અર્થ થાય છે બ્રહ્માંડના શાસક. આ મંદિરમાં 2 ભાગમાં વહેંચાયેલા શિવલિંગનું ખાસ મહત્ત્વ હોવાને કારણે આ મંદિરને મુક્તિ ધામ તરીકે પણ ઓળખવામાં આવે છે.

ગુંબદમાં યંત્ર સ્થાપિત કરવામાં આવ્યું છે

જ્યારે આ મંદિરની મૂર્તિઓને શણગારવામાં આવે છે. ત્યારે મૂર્તિઓની દિશા પશ્ચિમ મુખી હોય છે. અહીં એકસાથે વિરાજમાન શિવ અને શક્તિનું રૂપ ખૂબ જ અદ્ભુત જોવા મળે છે. આ મંદિરના ગર્ભગૃહમાં શિખર પર ગુંબદ છે કે જેમાં યંત્ર સ્થાપિત કરવામાં આવ્યું છે અને આ યંત્ર સાધના માટે પ્રમુખ સ્થાન માનવામાં આવે છે.

મંદિરમાં કુલ ચાર દ્વાર આવેલા છે. કાશી વિશ્વનાથ મંદિરમાં આવેલા ચાર દ્વાર એટલે કે કલા દ્વાર, પ્રતિષ્ઠા દ્વાર, શાંતિ દ્વાર અને નિવૃત્તિ દ્વાર તંત્રની દ્રષ્ટિએ ખૂબ જ ખાસ છે. આ મંદિરનો મુખ્ય દ્વાર દક્ષિણની તરફ છે માટે એવું કહેવાય છે કે આ મંદિરમાં દર્શન કરવાથી પાપનો નાશ થાય છે. સ્વયં શિવ ભગવાન કાશી નગરીની રક્ષા કરે છે.

લોકોની એવી માન્યતા છે કે સ્વયં શિવ ભગવાન કાશી નગરીની રક્ષા કરે છે અને એવું પણ કહેવામાં આવે છે કે કળયુગના અંત સમયે પણ કાશીને કોઈ નુક્સાન નહીં થાય.

Previous articleદાંતના દુઃખાવામાં અકસીર છે ઘરેલુ ઉપચાર, જાણીલો ક્યારેક કામ આવે આવું જાણેલું..
Next articleસાપ્તાહિક રાશિફળઃ 18 થી 24 જૂન, જાણો રાશિ પ્રમાણે તમારું અઠવાડિયું કેવું રહેશે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here