વિરાટ થી પણ આલીશાન અને મોંઘું ઘર ખરીદ્યું યુવરાજ સિંહે,કિંમત જાણીને ચોકી જશો,જોવો આલીશાન ઘર ની તસવીરો…

લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો

ભારતીય ટીમનો પૂર્વ ક્રિકેટર અને સ્ફોટક બેટસમેન યુવરાજસિંહ એક જાતિવાદી શબ્દનો ઉપયોગ કરીને મુસીબતમાં આવી ગયો છે.

આજે સોશ્યલ મીડિયા પર અને ખાસ કરીને ટ્વિટર પર યુવરાજસિંહ માફી માંગે તેવી માંગણી સાથેનુ હેશટેગ ટ્રેન્ડિંગ કરી રહ્યુ છે. અત્યાર સુધીમાં તેના પર 30000થી વધારે ટ્વિટ થઈ ચુક્યા છે. યુઝર્સ જાત જાતની કોમેન્ટ કરી રહ્યા છે.

વાત એમ છે કે, લોકડાઉન દરમિયાન ઈન્સ્ટાગ્રામ પર યુવરાજસિંહ ભારતના ઓપનર રોહિત શર્મા સાથે વાત કરી રહ્યો હતો. જેમાં કુલદીપ યાદવ અને ચહલ અંગે બંને વચ્ચે વાત થઈ ત્યારે યુવરાજસિંહે એક જાતિ સૂચક શબ્દ વાપર્યો હતો.જેનાથી સોશ્યલ મીડિયા પર બબાલ મચી છે.

ભારતને બે વર્લ્ડ કપ જીતવામાં મદદ કરનાર પૂર્વ ઓલરાઉન્ડર યુવરાજ સિંહ ભારતીય ક્રિકેટ કેપ્ટન વિરાટ કોહલીનો પાડોશી બનવાની તૈયારીમાં છે. યુવરાજે વિરાટના બિલ્ડિંગમાં એક ઘર ખરીદ્યું છે. યુવરાજે મુંબઇના વરલીમાં ઓમકાર 1973 ટાવર્સ પર એક ઘર ખરીદ્યું છે.

તમને જણાવી દઈએ કે વિરાટ કોહલી 2016 માં ઓમકાર ટાવર્સમાં શિફ્ટ થયો હતો. વિરાટનું ઘર 35 મા માળે છે.જ્યારે યુવરાજે 29 મા માળે ઘર ખરીદ્યું છે. એક રિપોર્ટ અનુસાર, તેનું ઘર 16 હજાર ચોરસ ફૂટમાં બનાવવામાં આવ્યું છે.

યુવરાજ સિંહનું ઘર વિરાટના ઘરની કિંમતમાં લગભગ બમણો છે. આર્કિટેક્ચરલ ડાયજેસ્ટ. આના એક અહેવાલ મુજબ યુવીએ આ મકાન 64 કરોડ રૂપિયામાં ખરીદ્યું છે. યુવરાજે અપાર્ટમેન્ટના પ્રતિ ચોરસ 40 હજાર રુપિયા આપ્યા છે.કોહલીએ ઓમકાર એપાર્ટમેન્ટ્સમાં 34 કરોડ રૂપિયામાં એક ઘર ખરીદ્યું હતું.

ટીમ ઇન્ડિયાના વાઇસ કેપ્ટન રોહિત શર્મા પણ મુંબઈના વરલી વિસ્તારમાં રહે છે. રોહિતે 2017 માં ઘર ખરીદ્યું હતું.તેનો ફ્લેટ 6 હજાર ચોરસ ફૂટમાં બનાવવામાં આવ્યો છે. જ્યાંથી અરબ સાગરનો 270 ડિગ્રીનો નજારો જોવા મળે છે.

હાલના ભારતીય ખેલાડીઓની વાત કરીએ તો વિરાટ કોહલી અને રોહિત શર્મા સૌથી મોંઘા ઘરોમાં રહેતા હતા. હવે તો યુવરાજસિંહ પણ બંને કરતા ઘણા આગળ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે યુવરાજ સિંહને આગામી વર્ષ સુધીમાં પત્ની હેઝલ કીચ સાથે વરલી સ્થિત તેના લક્ઝુરિયસ એપાર્ટમેન્ટમાં શિફ્ટ થઈ જશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here