વિઠ્ઠલભાઈ રાદડીયાએ પુત્રવધૂને પોતાની દીકરી સમજીને કરાવ્યા લગ્ન, કન્યાદાનમાં આપી 100 કરોડથી વધુની સંપત્તિ…

લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો

સૌરાષ્ટ્ર પ્રદેશમાં પોતાની આગવી સેવા આપીને લોકોના દિલમાં ખાસ જગ્યા બનાવનાર સ્વર્ગસ્થ વિઠ્ઠલભાઈ રાદડિયા વર્ષ 1990થી વર્ષ 2007 સુધી ભારતીય જનતા પાર્ટીના સક્રિય સભ્ય રહ્યા હતા. તેઓ ત્રણ વર્ષ સુધી સાંસદ પણ રહી ચૂક્યા છે. તેઓએ સરકારી ક્ષેત્રે અને છેવાડા ના ગામોમાં બાળકોના શિક્ષણ માટે ખાસ ફાળો આપ્યો છે.

વિઠ્ઠલભાઈ રાદડીયા પાટીદાર અને ખેડૂતો માટે ખાસ વ્યક્તિ હતા. એક વખત તેમની એક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સભા દરમિયાન ધોધમાર વરસાદ વરસવા લાગ્યો હતો પંરતુ વિઠ્ઠલભાઈ રાદડિયા સ્ટેજ છોડીને ઊભા થયા નહોતા અને પોતાનું કામ પૂરું કર્યું હતું.

 

વિઠ્ઠલભાઈ રાદડીયાનું નિધન વર્ષ 2019માં થયું હતું. આ દરમિયાન ખેડૂત નેતાની ખોટને લીધે દુઃખી દુઃખી થઈ ગયા હતા. વિઠ્ઠલ ભાઈ રાદડિયા ના જ્યારે દીકરાનું નિધન થયું હતું ત્યારે તેની પત્નીને વિઠ્ઠલભાઈ એ પુત્રવધૂ નહીં પંરતુ દીકરી તરીકે સ્વીકારી લીધી હતી. અને જે રીતે એક દીકરીને પિતા પરણાવે તે જ રીતે વિઠ્ઠલભાઇએ તેને કન્યાદાન કરીને પરણાવી હતી. જેણે સમાજ માટે એક આગવું ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

વિઠ્ઠલભાઈ ના નાના દીકરા કલ્પેશનું રોડ એક્સિડન્ટ માં નિધન થયું હતું. જેના પછી તેમની પત્ની મનીષા તેમના બાળકો સાથે સાસરામાં જ રહેતી હતી. આવામાં વિઠ્ઠલ ભાઈએ તેમના સમાજમાં તેના લગ્નને લઇને વાત કરી હતી.

 

જે પછી વિઠ્ઠલભાઈ ના નીચે કામ કરતો એક કર્મચારી તૈયાર થયો હતો અને તેની સાથે મનીષાના લગ્ન કરાવ્યા હતા. વિઠ્ઠલભાઈ અસ પોતાની પુત્રવધુ સમી દીકરીને આશરે 100 કરોડ રૂપિયાનું કન્યાદાન કર્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here