ઘરમાં આ વસ્તુઓ ક્યારેય ના રાખવી, આ વસ્તુ ગરીબી લઈને આવે છે

લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો

ઘણીવાર ખૂબ જ મહેનત કરવા છતાં પણ ઘરમાંથી ગરીબી દૂર થતી નથી. આજે અમેં તમને કેટલીક એવી વસ્તુ વિશે જણાવવાના છીએ કે, જો આ વસ્તુ તમારા ઘરમાં હોય તો તે ગરીબી અને દરિદ્રતા લાવે છે અને ગરીબીને આવતા કોઈ બચાવી પણ શકતું નથી.

જ્યારે આપણે ઘર બનાવીએ છીએ ત્યારે બધી વસ્તુઓ વાસ્તુશાસ્ત્ર પ્રમાણે રાખતા હોઈએ છીએ. જેના કારણે ઘરમાં સકારાત્મક ઉર્જા બની રહે. આમ પરંતુ આજે મેં તમને એવી વાતો કહેવાના છીએ કે જો તમે પણ ઘરમાં આ ચીજવસ્તુઓ રાખતા હશો તો ઘરમાં સુખ શાંતિને બદલે અનેક પરેશાનીઓ આવી પડે છે. તો ચાલો જાણીએ કે, ઘરમાં કઈ કઈ એવી ચીજો છે જે ક્યારે રાખવી જોઈએ નહીં.

ઘરની દિવાલ પર ક્યારેય જંગલી જાનવરો, યુદ્ધ વાળી તસવીર, રણની તસવીર રાખવી જોઈએ નહીં. આવું કરવાથી પરિવારમાં તનાવ અને ઝઘડા આવી શકે છે અને પરિવારની ખુશી દુઃખમાં ફેરવાઈ જાય છે. ઘરમાં જો તમારે તસ્વીર રાખવી જ હોય તો લીલું વૃક્ષ અથવા તો મનને શાંતિ મળે તેવી તસવીર જ રાખવી જોઈએ.

આ ઉપરાંત ઘરમાં કરોળિયાના જાળા પણ રાખવા જોઈએ નહીં. જો ઘરમાં કરોળિયાના ઝાળા હોય તો ઘરમાં કંકાશ વધી શકે છે અને પ્રગતિ પણ અટકી જાય છે. આ ઉપરાંત ઘરમાં ક્યારેય કાંટા વાળો છોડ રાખવો જોઈએ. કારણ કે કાંટાવાળો છોડ નકારાત્મક ઊર્જાને લાવે છે. અને પરિવારના સભ્ય વચ્ચે મત ભેદ વધતો જાય છે.

ઘરમાં ક્યારેય નટરાજની મૂર્તિ કે શિવ તાંડવ ની મૂર્તિ પણ ન રાખવી જોઈએ. આ ઉપરાંત ઘણી વખત ઘણા લોકો ઘરમાં ભંગાર અને ચીજો રાખતા હોય છે. તૂટી ગયેલા વાસણ અથવા તો બગડી ગયેલી ચીઝ અને સામાન રાખવો જોઈએ નહિ. ક્યારેય તૂટેલી વસ્તુ ઘરમાં ન રાખવી જોઈએ આવું કરવાથી ઘરમાંથી ધન નાશ પામી શકે છે.

Previous articleઆખું વર્ષ નીરોગી રહેવું હોય તો ચોમાસામાં મફતમાં આપે તો પણ ના ખાવા જોઈએ આ શાકભાજી
Next articleઅચાનક જ છાતીમાં દુખાવો થાય તો અપનાવો આ ઉપાય

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here