લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો
આપણા ભારત દેશમાં દેવી દેવતાઓ સાથે જોડાયેલ ઘણા તહેવાર ઉજવવામાં આવે છે. આ દરમિયાન ભક્તો દેવી દેવતાઓની પૂજા અર્ચના માં વ્યસ્ત થઈ જાય છે અને તેમને ખુશ કરવા ઈચ્છિત ઉપાય પણ કરે છે. જોકે તમે ધ્યાન આપ્યું હોય તો આ સમયે અમુક લોકોના શરીરમાં માતા પ્રવેશી જાય છે અને તેઓ ખુદ માતાની જેમ વર્તન કરવા લાગે છે.
આ દરમિયાન તે વ્યક્તિ એકદમ માતા જેવું જ વર્તન કરે છે અને ધુણવા લાગે છે. આ ઘટનાઓ મોટેભાગે કોઈ ધાર્મિક કાર્યક્રમ દરમિયાન થાય છે અને માતા હંમેશા સ્ત્રીઓમાં પ્રવેશ કરે છે. આ પાછળનું કારણ ઘણા લોકો ઢોંગ તરીકે વર્તે છે પંરતુ તમને જાણીને આશ્ચર્ય થશે કે આની પાછળ વૈજ્ઞાનિક કારણ જવાબદાર છે, જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ.
આની પાછળનું વૈજ્ઞાનિક કારણ જણાવતાં કહે છે કે આવા લોકો માનસિક રીતે બીમાર હોય છે. તેમનું મગજ એકદમ નબળું હોય છે, જેના લીધે તેઓ કોઈપણ વસ્તુને વધુ સમય સુધી વિચારતા રહે છે. આવામાં જો તેઓ વધુ સમય દરમિયાન માતા વિશે વિચાર કરે છે તો તેઓ ખુદ માતા જેવું વર્તન કરવા લાગે છે.
ભારતીય ફિલ્મ ઉદ્યોગમાં પણ આવી જ કેટલીક ફિલ્મો રિલીઝ કરવામાં આવી છે, જેમાં માતાઓ પાછળની વાસ્તવિકતા બતાવવામાં આવી છે. આવી જ એક ફિલ્મ ભૂલ ભૂલૈયા છે, જેમાં હીરોઈનને લાગે છે કે તે પોતે મજુલીકા છે અને તેના જેવું જ વર્તન કરવા લાગે છે અને તેના જેમ જ વાતો પણ કરે છે.
આપણા ભારત દેશમાં એવા ઘણા લોકો પણ છે, જેઓ આ વાતને અંધવિશ્વાસ તરીકે ઓળખે છે. તેઓ વિજ્ઞાન ને પણ માનતા નથી. તેઓ કહે છે કે આવા લોકો આજુબાજુના લોકોનું આકર્ષક મેળવવા માટે આવું કરતા હોય છે.