વોશિંગ મશીનમાં કપડા નાખતી વખતે ખાસ ધ્યાન રાખો, નહીતો કપડા અને મશીન બંને બગડી જશે

લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો

આજના જમાનામાં મોટા શહેરોથી લઈને નાના ગામડા સુધી દરેક ઘરમાં કામ કરવા માટે અનેક પ્રકારના મશીનનો ઉપયોગ કરવામાં આવે છે. આ મશીનનો ઉપયોગ કરીને ગૃહિણીઓનું કામ ઘણા બધા અંશે સરળ બની જાય છે, પરંતુ જો આ સાધનોનો ઉપયોગ યોગ્ય રીતે કરવામાં ન આવે તો ઘણી વખત તે ખરાબ થવાની પણ સંભાવના થઇ શકે છે. આજે અમે તમને ઘરમાં વપરાતા વોશિંગ મશીનમા કઈ વસ્તુઓ ભુલથી પણ રાખવી નહિ તેના વિશે અને મશીન લાંબા સમય સુધી ચાલે તેના વિશે વાત કરવાના છીએ.

વોશિંગ મશીનમાં કપડાં ધોવાના ઘણા બધા નિયમો હોય છે, મોટાભાગના લોકોને ખબર હોતી નથી અને પરિણામે કપડાં ખરાબ થઇ જાય છે અને ક્યારેક મશીન ને પણ ખૂબ જ મોટું નુકસાન થઈ શકે છે. કપડા ધોતા પહેલા કપડાના ખિસ્સાને સારી રીતે તપાસી લેવા, કારણ કે ઘણી વખત ખિસ્સમાં સિક્કા કે ચાવી રહી નહિ જાય તો તે મશીનના પોસ્ટમાં ફસાય ને મોટર ને નુકસાન પહોંચાડી શકે છે.

મશીનમાં કપડાં ઉપર ડિટર્જન્ટ પાવડર ક્યારેય સીધો ન લગાવવો. પહેલા કપડા મશીનમાં અને પછી ડિટર્જન્ટ પાવડર નાખવો. કપડાની હુક અને જીપ હોય તો તેને બંધ કર્યા પછી જ મશીન માં નાખો નહીં તો મશીનનું ડ્રોન ખરાબ થવાની સંભાવના વધી જાય છે.

જો તમે લેધર ના કપડા કે ચામડાના ચપ્પલ વોશિંગ મશીન માં નાખો છો તો તે ખરાબ થવાની શક્યતા વધી જાય છે કારણકે મોટાભાગના ચામડાના ચંપલમાં ગુંદર લગાવવામાં આવે છે અને જો મશીનમાં નાખવામાં આવે તો તે બગડી જાય છે અને તેમાં કરચલી પડી જાય છે.

ઉની કાશ્મીરી અને ગરમ કપડાં  મહિલાઓ મોટાભાગે મશીનમાં નાખતા હોય છે જેના કારણે કામ સરળ બની જાય છે. પરંતુ વોશિંગ મશીન માં ઉની કપડાં નાખવાથી કપડા બગડી જાય છે, જો કપડા ના લેબલ પર લખેલું હોય તો જ તે કપડા મશીનમાં નાખવા જોઈએ. આ ઉપરાંત સ્વીમસ્યુટને પણ ક્યારેય મશીનમાં નાખવા નહીં.

જો તમે તમારા ઘરમાં પાલતુ પ્રાણી રાખો છો અને તેને કપડાં પહેરોવો છો તો તે એ પ્રાણી ના કપડા પણ ક્યારેય મશીનમાં નાખવા જોઈએ નહીં. કારણકે,  પ્રાણીઓના કપડામાં તેના વાળ આવી જાય છે અને તે મશીનમાં જવાને કારણે વોટર પંપ ફિલ્ટરને નુકસાન પહોંચવાની શકયતાઓ વધી જાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here