લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો
આ અઠવાડિયા દરમિયાન કેટલીક રાશિઓએ ખાસ સાવધાની રાખવાની જરુર છે તો કેટલીક રાશિઓને ફાળે ફાયદો જ ફાયદો લખાયેલો છે.
સિંહ, કુંભ, વૃશ્ચિક, મેષ વગેરે રાશિઓએ આ અઠવાડિયાનું રાશિફળ ખાસ વાંચવું. જાણો, આપની રાશિ અંગે શું કહેવાયું છે.
મેષઃ આ અઠવાડિયે મેષ રાશિવાળા માટે શુભ સમય છે. આખું અઠવાડિયું સુખમય રીતે પસાર થવાનું છે. આ અઠવાડિયામાં ભાગ્યનો સારો સાથ મળશે. મિત્રો અને પરિવારના સભ્યોનો અઠવાડિયા દરમિયાન સાથ મળશે. નવી વ્યક્તિ તરફ આકર્ષણ વધશે.
વૃષભઃ અઠવાડિયાની શરુઆતમાં વૃષભ રાશિના લોકોએ સાવધાની રાખવાની જરુર છે. વાહન ધીમે ચલાવવું. પ્રવાસનું આયોજન અઠવાડિયાના શરુઆતના ત્રણ દિવસ છોડીને કરવું. અઠવાડિયાનો મધ્ય અને અંતનો સમય સારી રીતે પસાર થશે. અઠવાડિયાના અંતમાં વધારે વ્યસ્ત રહેશો.
મિથુનઃ અઠવાડિયાની શરુઆતમાં મન અશાંત, વાદ-વિવાદ, આશંકાઓથી ઘેરાયું રહેશે. અઠવાડિયાની મધ્યમાં મન શાંત થશે. મનને નિંયંત્રણમાં લાવવા માટે કાર્ય-વ્યવહાર દ્વારા શરુઆત કરો. અઠવાડિયાના અંતમાં શુભ સમાચાર મળશે. રોકાયેલું ધન મળવાથી આનંદ થશે. શત્રુ નિર્બળ બનશે. સાસરિયા પક્ષથી લાભ થશે.
કર્કઃ આ અઠવાડિયું કર્ક રાશિવાળા માટે સંઘર્ષથી ભરેલું રહેશે. અઠવાડિયાની શરુઆતમાં શત્રુઓનો સામનો કરવો પડશે. અઠવાડિયાની મધ્યમાં સમય સારો રહેશે, જીવનની ઉથલ-પાથલમાં ઘટાડો થશે. અંતમાં ખાસ ધ્યાન રાખવાની જરુર છે. વાહન ચલાવતી વખતે સાવધાની રાખવી જરુરી.
સિંહઃ સિંહ રાશિવાળા માટે અઠવાડિયું સામાન્ય રહેશે. ખાસ લાભ કે હાનિ આ અઠવાડિયા દરમિયાન નહીં થાય. એટલે કે અઠવાડિયા દરમિયાન કોઈ ખાસ ફળ નહીં મળે. સગા- સંબંધીઓની કેટલીક વાતો તમને પરેશાન કરી શકે છે. અઠવાડિયાના અંતમાં પ્રિયજનનો સાથ મળશે. જૂના મિત્રો સાથે મુલાકાત થશે.
કન્યાઃ આ અઠવાડિયે તમારી રાશિ માટે અઠવાડિયું બેલેન્સવાળું રહેવાનું છે. શરુઆતમાં સુખ મળશેય જ્યારે મધ્યના બે દિવસ મન વ્યાકુળ રહેશે. શરુઆતના ત્રણ દિવસ જીવનસાથી પાસેથી ભરપૂર પ્રેમ મળશે. મનોરંજનના કાર્યક્રમોમાં વ્યસ્ત રહેશો. સ્વાસ્થ્ય પ્રત્યે કાળજી રાખવાની જરુર છે. અઠવાડિયાના અંતમાં સમય સંઘર્ષમય રહેશે.
તુલાઃ અઠવાડિયાની શરુઆતમાં કાર્યોમાં સફળતા મળશે. પરાક્રમમાં વૃદ્ધિ થશે. અજાણી વ્યક્તિનો સહયોગ મળશે, બગડેલા કામ સુધરશે. અઠવાડિયાની મધ્યમાં કોઈની સાથે વાદ-વિવાદ કે આશંકાઓ થઈ શકે છે. વાણી પર કાબૂ રાખવાની ગણેશજી સલાહ આપે છે. કોઈ પ્રિય વ્યક્તિ સાથે મુલાકાતનો યોગ છે.
વૃશ્ચિકઃ અઠવાડિયાની શરુઆત મીન રાશિ માટે ફાયદાવાળી રહેશે, નવા કાર્યોના પ્રારંભ કરશો. ઉત્સાહ સાથે કાર્યો કરશો જોખમ તમારી તમારી સામે આવશે પણ તમે હિંમત સાથે તેનો સામનો કરશો.તમારે અઠવાડિયા દરમિયાન ખોટા પગલા ભરવાથી બચવાની જરુર છે. પરિવારનો સાથ મળશે.
ધનઃ અઠવાડિયા દરમિયાન નવી યોજાનાઓ બનાવવામાં વ્યસ્ત રહેશો. કાર્યક્ષેત્ર સાથે જોડાયેલી વ્યક્તિનો સાથ મળશે.વાહન કે કોઈ કિમતી વસ્તુનો સોદો કરી શકો છો. કોઈ કિમતી વસ્તુનો સોદો કરી શકો છો. કોઈ મહત્વપૂર્ણ સ્થાનની યાત્રા કરી શકો છો. પ્રમાણિકતા અને ક્રમનિષ્ઠાના કારણે તમારી પ્રશંસા થશે. તમને લોકોનો સાથ અને સહકાર પણ મળશે.
મકરઃ અઠવાડિયાના અંતને છોડીને વૃશ્ચિક રાશિવાળા વ્યસ્ત રહેશે. શરુઆતના બે દિવસ વ્યસ્તતાના કારણે થાક અનુભવાશે, બૌદ્ધિક કાર્ય વધારે રહેશે. સાથે પારિવારિક વ્યયના કારણે દુઃખી થશો. મનમાં ઉત્સાહ રહેશે અને અન્યના માર્ગદર્શનથી કામ કરશો તો સફળતા મળશે. બચાવેલા રુપિયાથી તકલીફ દૂર થશે.
કુંભઃ લાભ સાથે અઠવાડિયાની શરુઆત કરશો, મન પ્રસન્ન થશે. જ્યારે અઠવાડિયાની મધ્યમાં મુઝવણ પેદા થઈ શકે છે.કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લેવાનો હોય તો અઠવાડિયની શરુઆતમાં લેશો. આત્મવિશ્વાસમાં વધારો થશે. ધનની આયાત વધારવા માટે પ્રયાસ કરશો.પરિવાર અને મિત્રોમાં ખુશીનું વાતાવરણ રહેશે.
મીનઃ અઠવાડિયા દરમિયાન ઉતાર ચઢાવ આવશે. શરુઆતના બે દિવસમાં લાભ અને હાનિ બન્ને જોવા મળશે. ફાયદો થાય તેવી યોજના ઘડશો. ક્યાં જવાનું પ્લાનિંગ કર્યું હોય તો તે રદ થઈ શકે છે. સ્ત્રી વર્ગ સાથે વેર-વિરોધના કારણે ચિંતા થઈ શકે છે. સમય તમારા માટે અનુકૂળ રહેવાનો છે.