કેમ ખાવા માં આવે છે જમ્યા પછી વરિયાળી ? જાણો આના 10 ગુણકારી ફાયદા

લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો

તમે હંમેશા લગ્ન માં કે પછી હોટેલ માં વરિયાળી મૂકેલી જોઈ હશે જેનો ઉપયોગ તમે જમ્યા પછી કરો છો. જમ્યા પછી વધારે લોકો વરિયાળી ખાય છે અને આ વધારે રેસ્ટોરન્ટ માં દેખાય છે. પણ શું તમે જાણો છો કે જમ્યા પછી વરિયાળી કેમ ખાવા માં આવે છે. કારણકે આને ખાવા થી તમારી પાચન ક્રિયા ઝડપ થી કામ કરશે અને તમારું ભોજન ઝડપ થી પચી જાય છે. આમાં જો મોરસ અથવા ખાંડ મિશ્રિત કરેલી હોય તો ઘણું સારું. કારણકે વરિયાળી ને એની સાથે ખાવા થી તમારી પાચન ક્રિયા ઘણી સારી રેહશે અને જમવા નું ઘણી સારી રીતે ડાયજેસ્ટ થઈ શકે છે. કેમ ખાવા માં આવે છે જમ્યા પછી વરિયાળી એ તો તમને બતાવી દીધું પરંતુ આના સિવાય પણ ઘણા આના ગુણકારી લાભ હોય છે,ચાલો તમને બતાવીએ.

કેમ ખાવા માં આવે છે જમ્યા પછી વરિયાળી

વરિયાળી ગળા ને સાફ કરે છે એટલા માટે જ્યારે મોટા મોટા ગાયક ગીત ગાય છે તો હંમેશા વરિયાળી નો ઉપયોગ કરે છે અથવા તો પછી ક્યાક જાગરણ હોય છે તો પણ આનો ઉપયોગ કરવા માં આવે છે પરંતુ આ ચમત્કારિક વરિયાળી માં બીજા પણ ફાયદા હોય છે.

1. બદામ, વરિયાળી અને મોરસ ને સમાન માત્ર માં મિક્સ કરી ને દળી લો. પછી તમે આને નિયમિત રીતે દરરોજ સવારે અને સાંજ ના જમ્યા પછી ખાઓ, આવું કરવા થી તમારું પાચન તંત્ર તંદુરસ્ત રેહશે અને તમારી યાદશક્તિ પણ સારી રેહશે.

2. જો કોઈ સ્ત્રી ને અનિયમિત માસિક આવે છે અને એને અસહનીય દુખાવો પણ થાય છે તો એ દરરોજ નિયમિત રીતે વરિયાળી ખાય. આનું પરિણામ બે મહિના માં જ ખબર પડી જશે.

3. દરરોજ વરિયાળી ખાવા થી તમારા આંખો ની રોશની પણ સારી રહે છે. જો તમે ઈચ્છો તો આમાં મોરસ પણ મેળવી શકો છો.

4. જો કોઈ ના મોઢા માં થી બહુ દુર્ગંધ આવે છે તો એને નિયમિત રીતે દિવસ માં ત્રણ થી ચાર વાર અળધી ચમચી વરિયાળી જરૂર ખાવી જોઈએ. આવું કરવા થી મોઢા માથી દુર્ગંધ આવવી ઓછી થઈ જાય છે અને સાંસો ની દુર્ગંધ પણ નથી આવતી.

5. દરરોજ નિયમિત રીતે સવારે ખાલી પેટ વરિયાળી ખાવા થી પેટ સાફ થાય છે અને ત્વચા માં પણ ચમક આવે છે.

6. વરિયાળી માં કેલ્શિયમ, પોટેશિયમ ના સિવાય આયર્ન અને સોડિયમ જેવા ઔષધીય તત્વ જોવા મળે છે. આનો દરરોજ ઉપયોગ કરવા થી તમારી બોડી માં થવા વાળી આ બધી કમીઓ નો અંત થઈ જશે.

7. દરરોજ વરિયાળી નો ઉપયોગ કરવા થી ખાંસી, મોઢા ના ચાંદા અને લૂઝ મોશન જેવી બીમારીઓ નથી થતી અને જો થઈ ગઈ છે તો આવા માં વરિયાળી નો ઉપયોગ સમય સમય પર કરતાં રહો.

8. જો તમારી અવાજ થોડી ઘણી સારી છે અને તમે રિયાઝ કરો છો તો એની સાથે દરરોજ સેકેલી વરિયાળી ગરમ પાણી ની સાથે ખાઓ. આના થી તમારી અવાજ સાફ અને મધુર થશે.

9. જો તમે ઈચ્છો છો કે તમારો કોલેસ્ટેરોલ ના વધે તો તમારે 30 મિનિટ એક ચમચી વરિયાળી ચાવી ને ખાવી જોઈએ. વરિયાળી તમારા વાધેલા કોલેસ્ટેરોલ સ્તર ને પણ નિયંત્રિત કરે છે.

10. જો તમે ખાંસી થી ઘણા દિવસો થી હેરાન છો તો એક ચમચી વરિયાળી ને 2 કપ પાણી માં ઉકાળી લો ને આનું મિશ્રણ બનાવી લો. હવે આ મિશ્રણ ને દિવસ માં બે કે ત્રણ વાર પીવો. આના થી તમારા આંતરડા સારા રેહેશે અને સાથે જ ખાંસી છૂમંતર થઈ જશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here