શિયાળામાં ખાસ બનાવો આ ટેસ્ટી અને હેલ્ધી ‘બેંગન ચટણી’

લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો

શિયાળામાં ખાસ બનાવો આ ટેસ્ટી અને હેલ્ધી ‘બેંગન ચટણી’

બેંગન ચટણી

રીંગણને સ્વાસ્થ્ય માટે સારા માનવામાં આવે છે. કારણ કે તેમાંથી ફાઇબર, પોટેશિયમ, વિટામિન સી, વિટામીન B6 જેવા પોષકતત્વો મળે છે. શિયાળામાં એમ પણ બધાંના ઘરે રીંગણનો ઓળો બનતો હોય છે. જો તમારા બાળકો તે ન ખાતા હોય અને તમે પણ ઓળો ખાઇને કંટાળી ગયા હો તો તેમાંથી બનાવો ચટણી. જે ટેસ્ટી છે અને હેલ્થી પણ.

સામગ્રી

  • એક નંગ સમારેલું મોટું રીંગણ
  • 1/4 કપ શેકેલી અને ફોતરા કાઢેલી સિંગ
  • 1 ટીસ્પૂન જીરૂ
  • 1 ટેસ્પૂન લાલ મરચું
  • 1/2 આંબલીનો પલ્પ
  • 6-7 મીઠા લીમડાંના પાન
  • 3/4 કપ ખાંડ
  • 1/2 ટીસ્પૂન હળદર
  • 1 ટીસ્પૂન જીરૂ
  • 1 ટેસ્પૂન લાલ મરચું પાઉડર
  • મીઠું
  • પાણી

ચટણી બનાવવાની વિધિ

એક પેનમાં તેલ લો. તેલ ગરમ થાય એટલે તેમાં સુકુ લાલ મરચું અને જીરૂ લઇ શેકી લો. ત્યારબાદ તેમાં સિંગ એડ કરી શેકાવા દો. તે શેકાઇ જાય એટલે તેમાં રીંગણના ટુકડા, લાલ મરચું પાઉડર, હળદર અને સ્વાદઅનુસાર મીઠું એડ કરી બરાબર મિક્ષ કરી લો. ત્યારબાદ તેમાં મીઠા લીમડાંના પાન અને આમલીનો પલ્પ તેમજ થોડું પાણી એડ કરો.

ચટણી બનાવવાની વિધિ

આ મિશ્રણને યોગ્ય રીતે હલાવી તેમાં ખાંડ મિક્ષ કરી તેને 10 મિનિટ માટે ઢાંકણ ઢાક્યા વગર કૂક થવા દો. તે કૂક થઇ જાય બાદમાં ગેસ બંધ કરી તેને રૂમ ટેમ્પરેચર પર ઠંડુ થવા દો પરાઠા સાથે કરો સર્વ.

તો તમારો અભિપ્રાય અમને કોમેન્ટ માં જરૂરું જણાવજો:

(A) ખૂબ સરસ (B) સરસ (C) ઠીકઠીક

જો તમને આ રેસીપી પસંદ આવી હોય તો લાઇક કરો અને તમારા મિત્રો સાથે શેર જરૂર કરો. અને અમને ફોલો કરવાનું ભૂલતા નહીં. અને તમને આ રેસીપી કેવી રીતે ગમે તે અમને કમેંટ બોકસ માં જરૂર જણાવો. અને અમને આશા છે કે તમને આ રેસીપી ગમી હશે. આ પોસ્ટ વાંચવા માટે તમારો ખૂબ ખૂબ આભાર.

Previous articleઆ રીતે બનાવો પંજાબી સ્ટાઈલ મસાલદાર ભીંડાની સબ્જી
Next articleમેગી ના ભજીયા બનાવવાની એક નવી જ રીત જે તમે ક્યાંય નહિ જોઈ હોય

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here