યાત્રા દરમિયાન સાચવી રાખો ટોલ ટેક્ષની પાવતી,મળશે અધધ આટલી સુવિધાઓ.

લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો

જો તમે તમારા વાહન સાથે નેશનલ હાઇવે પર મુસાફરી કરી રહ્યા છો, તો પછી ટોલ બુથ પર તમને મફત મુસાફરીની સાથે કેટલીક સુવિધાઓ પણ આપવામાં આવે છે. તે એમ્બ્યુલન્સથી લઈને પેટ્રોલ સુવિધા સુધીની હોય છે.મોટે ભાગે, જ્યારે તમે તમારા વાહન સાથે નેશનલ હાઇવે પર વાહન ચલાવતા હો ત્યારે, પ્રવાસ ચાલુ રાખવા માટે તમને ટોલ બુથ પર કેટલાક પૈસાને બદલામાં રસીદ આપવામાં આવે છે. તેમની સાથે તમે ફક્ત મુસાફરી કરી શકતા નથી પણ આ રસીદોના ઘણા ફાયદા પણ છે.

તેથી આ રસીદોને યાત્રા પુરી થાય ત્યાં સુધી સાચવીને મુકી રાખો. જો તમે તમારી રસીદો ગુમાવશો તો તમને આ ફાયદાઓ મળશે નહિ. કારણ કે આ ટોલ પર પૈસા આપીને તમે જે રસીદ મેળવો છો, તે ટોલ ગેટ્સ દ્વારા પ્રવાસ ચાલુ રાખવા સાથે ઘણા ફાયદા પણ કરે છે.નેશનલ હાઇવેના ટોલ પર પૈસા ભર્યા પછી તમને જે રસીદ મળે છે તેની આગળ અથવા પાછળની બાજુએ એકથી ચાર ફોન નંબર હોય છે. આ ફોન નંબર હેલ્પલાઈન, ક્રેન સેવા, એમ્બ્યુલન્સ સેવા અને પેટ્રોલ સેવાના હોય છે.

સારી વાત એ છે કે આ તમામ હેલ્પલાઇન નંબર તરત જ ઉઠાવે છે. તરત જ મદદ પુરી પાડવામાં આવે છે. અમે ખુદ આ તમામ હેલ્પલાઇન નંબર્સ પર કોલ કર્યો અને અમને આ બધા પર ઝડપી અને સકારાત્મક રિઝલ્ટ મળ્યું છે. મેડિકલ ઇમરજન્સી નંબરનેશનલ હાઇવે પરની મુસાફરી દરમિયાન, મેડિકલ ઇમરજન્સીની સ્થિતિ ઘણીવાર સર્જાય શકે છે. એટલે કે, તમે અથવા તમારી સાથે મુસાફરી કરતા લોકો બીમાર થઈ શકે છે. આવી સ્થિતિમાં, રસીદની આગળ અથવા બીજી બાજુએ મેડિકલ ઇમરજન્સી ફોનનંબર હશે તેના પર કોલ કરો.

તમારા કોલના 10 મિનિટની અંદર એમ્બ્યુલન્સ આવી જવી જોઈએ. નેશનલ હાઇવે ઓથોરિટીની એમ્બ્યુલન્સનો હેલ્પલાઈન નંબર 8577051000 અને 7237999911 છે. જ્યારે આ નંબર પર વાત કરવામાં આવી ત્યારે હેલ્પલાઈને કહ્યું કે આ સુવિધા એકદમ મફત છે. એમ્બ્યુલન્સ તરત જ ઘટના સ્થળે આવી પહોંચે છે. અને જો નાની સારવારની જરૂર હોય તો તે તરત જ આપવામાં આવે છે, નહીં તો એમ્બ્યુલન્સ તરત જ તમને નજીકની હોસ્પિટલમાં અથવા નર્સિંગ હોમમાં લઈ જાય છે.

હેલ્પલાઈન નંબર જો તમને રસ્તામાં કોઈ પણ પ્રકારની સમસ્યા છે તો પછી નેશનલ હાઇવે ઓથોરિટીના હેલ્પલાઇન નંબર 1033 પર અથવા 108 પર કોલ કરો. તરત જ મદદ મળશે. આ સેવા સતત ચોવીસે કલાક ચાલે છે. તમારા ફોનને એનએચઇઆઈ ના કોલસેન્ટર પર તરત જ એક એક્ઝિક્યુટિવ ઉપાડશે. તે તમારી સમસ્યાને હલ કરવાનો પ્રયત્ન કરશે.પેટ્રોલ નંબર જો કોઈ કારણોસર તમારી કારનું ડીઝલ/પેટ્રોલ અચાનક ખતમ થઈ જાય, તો ચિંતા કરવાની જરૂર નથી. તમે રસ્તાની બાજુએ વાહન પાર્ક કરી દો. અને રસીદ પર આપેલ હેલ્પ લાઇન નંબર અથવા પેટ્રોલ નંબર પર કોલ કરો. તમને વહેલી તકે 5 અથવા 10 લિટર પેટ્રોલ અથવા ડીઝલ આપવામાં આવશે. હા, આ પેટ્રોલ કે ડીઝલની રકમ ચુકવવી પડશે. પેટ્રોલ હેલ્પલાઇન નંબર 8577051000, 7237999944 છે.

ક્રેન નંબર જો મુસાફરી દરમિયાન કાર અથવા વાહનમાં કોઈ ખામી હોય અને જો તે અટકી જાય તો નેશનલ હાઇવેની એક હેલ્પલાઇન તાત્કાલિક મદદ કરશે. તે તેમના વાહન પર મિકેનિક લઈને આવશે. મિકેનિક લાવવાની સુવિધા મફત છે પરંતુ મિકેનિક તમારી કાર અથવા વાહનની ખામી માટે ચોક્કસ ચાર્જ લેશે. જો ત્યાં સમસ્યા હલ ન થઈ શકે, તો ક્રેન વાહનને નજીકના સર્વિસ સેન્ટરમાં લઈ જશે. નેશનલ હાઇવે ઓથોરિટીનો આ હેલ્પલાઇન નંબર 8577051000, 7237999955 છે.

આ બધી સેવાઓ ટોલ બુથ પર તમારા દ્વારા આપવામાં આવતા પૈસાની લીધે આપવામાં આવે છે.દરેક ટોલ પર એમ્બ્યુલન્સ, રિકવરી વાહનો અને સુરક્ષા ટીમો રાખવામાં આવે છે. સામાન્ય રીતે લોકોને આની જાણકારી હોતી નથી. તેથી મુસાફરી દરમિયાન આપણે તણાવમાં આવી જઈએ છીએ. આપણે ખબર નથી પડતી કે કેવી રીતે અને ક્યાંથી મદદ મળે.હંમેશા આ નંબરો જોડે રાખોનેશનલ હાઇવે ઓથોરિટીના આ નંબર તમારી સાથે રાખો.હેલ્પલાઈન નંબર – 1033, 108ક્રેન હેલ્પલાઇન નંબર – 8577051000, 7237999955એમ્બ્યુલન્સ હેલ્પલાઇન નંબર – 8577051000, 7237999911પેટ્રોલ હેલ્પલાઈન નંબર – 8577051000, 7237999944

Previous article30 ની ઉંમર બાદ પણ ચહેરો બનાવી રાખવો છે સુંદર અને જવાન,તો આ રીતે લગાવો વિટામિન C સ્ક્રીમ,અને પછી જોવો ચમત્કાર….
Next articleકોવિડ-19: તબલિગી જમાતીઓ થી ચેપમુક્ત દેશ નો પ્રથમ જિલ્લો કોરોના મુક્ત,જાણો કેવી રીતે સફળ થયું આ…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here