ઓછી મહેનતે થઈ જશે તૈયાર, ડિનરમાં ટ્રાય કરો સેવ ઉસળ

લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો

ઓછી મહેનતે થઈ જશે તૈયાર, ડિનરમાં ટ્રાય કરો સેવ ઉસળ

તૈયારીઓ કરી રાખેલી હોય તો માત્ર 15 મિનિટમાં જ તૈયાર થઈ જાય છે સેવ ઉસળ. વર્કિંગ વુમન માટે આ રેસિપિ ખૂબજ સરળ છે. ઘરમાં બધાં રોજ ખીચડી ખાઇને કંટાળ્યા હોય તો ટેસ્ટમાં ચેન્જ રહેશે અને ઓછી મહેનતમાં પણ બધાં થઈ જશે ખુશ-ખુશ. નોંધી લો રેસિપિ અને તમે પણ કરો ટ્રાય.

સેવ ઉસળ સામગ્રી

  • એક કપ સફેદ વટાણા
  • ત્રણ ટામેટા
  • આદું-મરચાં-લસણની પેસ્ટ
  • ત્રણ તજ લવિંગના ટુકડા
  • એક ટીસ્પૂન જીરું લીમડો
  • અડધી ટીસ્પૂન હીંગ
  • એક ટીસ્પૂન જીરું
  • મીઠું સ્વાદ અનુસાર
  • એક ટીસ્પૂન મરચું
  • એક ટીસ્પૂન ધાણાજીરુ
  • એક ટીસ્પૂન ગરમ મસાલો
  • લીંબુનો રસ
  • ડુંગળી ઝીણી સમારેલી
  • ખજૂર આમલી લસણની ચટણી
  • ઝીણી સેવ

રીત

સૌ પ્રથમ વટાણાને ચાર કલાક માટે પલાળી દો. ત્યારબાદ તેને પ્રેશરકુકરમાં છુટા જ બાફવા મૂકો. તેમાં થોળી હળદર, મરચું મીઠું ધાણા જીરું ઉમેરવાં અને ચાર સીટી વગાડવી. એક કડાઈમાં તેલ મુકી તેમાં તજ લવિંગ, જીરું, હિંગ, આદુ, મરચા લસણની પેસ્ટ ઉમેરો. ટામેટાની ગ્રેવી નાંખો તેમાં બધો જ મસાલો ઉમેરો. હવે તેમાં વટાણા ઉમેરો અને તેમાં થોડુ પાણી ઉમેરી ઘટ તૈયાર કરો. સેવ ઉસળ જમતા સમયે જ ઉસળ ઉપર ઝીણી સેવ ભભરાવવી. ડિશ સર્વ કરતાં પહેલાં કોથમીર, લાલ લીલી ચટણી, ડુંગળી ટામેટાથી ગાર્નિશ કરી સેવ ઉસળ સર્વ કરો. તમે તેની સાથે પાઉં પણ સર્વ કરી શકો છો.

તો તમારો અભિપ્રાય અમને કોમેન્ટ માં જરૂરું જણાવજો:

(A) ખૂબ સરસ (B) સરસ (C) ઠીકઠીક

જો તમને આ રેસીપી પસંદ આવી હોય તો લાઇક કરો અને તમારા મિત્રો સાથે શેર જરૂર કરો. અને અમને ફોલો કરવાનું ભૂલતા નહીં. અને તમને આ રેસીપી કેવી રીતે ગમે તે અમને કમેંટ બોકસ માં જરૂર જણાવો. અને અમને આશા છે કે તમને આ રેસીપી ગમી હશે. આ પોસ્ટ વાંચવા માટે તમારો ખૂબ ખૂબ આભાર…

Previous articleશિયાળાની ઠંડીમાં ડિનરમાં માણો ગરમાગરમ લસણિયા બટાટા
Next articleટ્રાય કરો નવી જ વાનગી, લીલા વટાણા અને ભજિયાનું મસાલેદાર શાક

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here