લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો
પ્રશ્ન:મારા લગ્ન થયાને એક વર્ષ થયું છે મારા પેનીસની સાઈઝ ખૂબ નાની છે હું અને મારી પત્ની શારીરિક સંબંધ બાંધીએ છીએ પરંતુ મારા પેનીસની સાઈઝ નાની હોવા છતાં મારી પત્નીને ગર્ભ છે.શુ તમે જણાવશો કે પેનીસની સાઈઝ નાની હોય તો ગર્ભ રહી શકે.
ઉત્તર:તમને જણાવી દઈએ કે તમારા પ્રસન્નમાં પૂર્ણ સ્પષ્ટતા નથી પુરુસના પેનિસની સાઈઝ કામોત્તેજિત ના હોય ત્યારે ગમે તેટલી હોય તેનાથી કઇ ફરક પડતો નથી પરંતુ જો આ પેનીસ જ્યારે ઉત્તેજનામાં આવે ત્યારે તેની સાઈઝ લગભગ બે સેમી જેટલી તો હોય છે.આ સમયે તમે તમારા સાથી સાથે સમાગમ કરી શકો છો.પેનિસમાં ઉત્તેજના થતી હોય અને તમે તમારી પત્ની સાથે સમાગમ ક્રિયા કરી શકતા હોય તો તે નપુંસકતા ન કહેવાય.જો તમે સમાગમ દરમીયાન વીર્યસ્રાવ થતો હોય અને તેમાં વીર્યજંતુઓ હોવા જોઈએ.જો તમે આ રીતે સમાગમ થતું હોય તો ગર્ભ રહી શકે છે.સમાગમ કેવી રિતે કરવું કેમનું કરવું તે મહત્વનું હોતું નથી.
પ્રશ્ન:મારી ઉંમર 42 વર્ષની છે અને મારી પત્ની ઉમર 37 વર્ષની છે અને તે કહે છે કે તમારુ લિંગ હવે ઘસાઈ ગયું છે અને મને સમાગમ દરમિયાન આનંદ આવતો નથી.આવા ટેકનોલોજીના જમાનામાં શુ 20 વર્ષના યુવકનું પેનીસ બદલી શકાય છે.શુ તમે આ વિશે માહિતી આપશો.
ઉત્તર:તમને જણાવી દઈએ કે અત્યારના આ આધુનિક યુગમાં કિડની વગેરે એક શરીર માંથી બીજા શરીરમાં ટ્રાન્સફર કરી શકાય છે પરંતુ આ લિંગ ના ટ્રાન્સફર વિશે અમને કઈ ખબર નથી.આ તમારી ઉંમર વધતા કંઈ પેનિસ ઘસાઈ જતું નથી પરંતુ તરુણ-યુવાન વયે જેટલી ઝડપથી પેનિસમાં ઉત્તેજના આવે છે તેટલી ઝડપથી થાય છે તેટલી મધ્ય વયે, પૌઢ વયે થતું નથી.વળી એક વખતના સમાગમ પછી પુરુષને વિરામકાળની જરૂર પડે છે.જેમ જેમ ઉંમર વધે છે તેમ પુરુષોનો વિરામકાલ વધતો જાય છે. ઉંમર વધતા કેટલાકને પૂરેપૂરું ઉત્થાન પણ થતું નથી.સ્ત્રીને હજી કામોત્તેજનાની શરૂઆત હોય ત્યાં જ પુરુષ જો પરાકાષ્ઠા આવી જાય અને વીર્યસ્ત્રાવ થઈ જાય તો તે તરત ફરી કામોત્તેજિત થઈ શકતો નથી તેને વિરામકાળ જરૂરી હોય છે તેને બીજી વખત ઉત્તેજનાં માટે મોટી વયે કલાકો અને દિવસોનો વિરામ જોઈએ.પુરુષની આ દ્રષ્ટિએ ટોચની વય તરુણ-યુવાનીનાં વર્ષોની હોય છે.સ્ત્રીને કામ પરાકાષ્ઠાના પરમ સુખનાં એક કરતા વધારે અનુભવો મળે તે માટે ઘણી વાર લખી ગયા છીએ તેમ કિલટોરિસ સાથે સ્પર્શક્રીડા કરવી.આવી ક્રીડા હાથની આંગળીથી પણ થઈ શકે અને જીભ-હોઠથી પણ થઈ શકે. ક્લિટોરિસ કામોત્તેજિત થતા સ્ત્રીને ઉપરાઉપરી અનેક પરાકાષ્ઠાઓના સુખાનુભવો થાય છે.તમને જણાવી દઈએ કે લિંગ નું પરિવર્તન કરાવવું એક કાલ્પનિક વાત છે.
પ્રશ્ન: મારા લગ્ન થયા નથી હું યુવાન છું અને મારી ઉંમર 20 વર્ષ છે.મને ચાર થી પાંચ દિવસના સમય ગાળામાં એક દિવસે સ્વપ્નદોષ થાય છે જેના કારણે ચાદરમાંથી ઉગ્ર વાસ આવે છે.મારી જોઈન્ટ ફેમિલી છે અને આ ઉગ્ર વાસથી સવારે મને શરમનો અનુભવ થાય છે.મારા મિત્રની સલાહ મુજબ હસ્તમૈથુન કરવાથી સ્વપ્નદોષ દૂર થઈ જશે પરંતુ આમ કરવાથી પણ કોઈ ફરક પડ્યો નથી મને આ વિશે વધારે માહિતી આપવા વિનંતી.
ઉત્તર:તમને જણાવી દઈએ કે દરેક રોગોનો ઉપાય શક્ય હોય છે થોડો સમય લાગે પરંતુ રોગોનું નિરાકરણ લાવી શકાય છે પરંતુ તમારે કોઈ રોગ નથી તમારી આ એક કુદરતી બાબત છે જેનો કોઈ ઉપાય નથી.જોઈન્ટ ફેમિલીમાં રહેતા હોવાથી શરમની લાગણી અનુભવો છો, પણ તેવી લાગણીમાંથી મુક્ત થાઓ.જે ગંધનો તમને જેટલો અનુભવ થાય છે તેટલો ઘરના બીજા સભ્યોને થવાનો નથી.તે કંઈ સાવ તમારી સમીપ ન હોય વડીલ પુરુષ સભ્યોનું આ બાબતમાં ધ્યાન ખેંચાશે તો તેથી તેમને આશ્ચર્ય થવાનું નથી. તેઓ તેમની તરુણ-યુવાન વયે આવા કુદરતી અનુભવોમાંથી પસાર થયા હશે.આ માટે તમારે અંદરના ભાગમાં અંડરવેર પહેરવાનું રાખો.જેથી તે અંડરવેર જ ભીંજાશે નાહતી વખતે તે અંડરવેર જાતે ધોવાનું રાખો.સ્વપ્નદોષ કોઈ પાપ નથી, અપરાધ નથી કે કોઈ હાનિકારક નથી માટે ચિંતા કરવાની કોઈ જરૂર નથી.
પ્રશ્ન:મારા લગ્ન થઈ ગયા છે અને મારા પતિને અમારી રૂમમાં એકાંતમાં સમાગમ પૂર્વે ગંદા જોક્સ કહેવા ગમે છે.પહેલા મને તે ગમતા ન હતા, પણ હવે તેવા જોક્સ સાંભળીને મારી કામોત્તેજના પણ વધે છે.શું આ જોકસ સાંભળવા ખરાબ છે.
ઉત્તર:તમે તમારા રૂમમાં એકાંતમાં એકબીજાની સંમતિથી તમે જે કંઈ કરો તે તમને સુખ આપતું હોય તો ખરાબ અને વિકૃતિની ભાષામાં અટવાઈ જવાની જરૂર નથી.આવા જોક્સ અને વિડિઓ જોવાથી કોઈ સમસ્યા થતી નથી અને તે ખરાબ પણ નથી.વળી તેમાં બૌધિક ચમકારા પણ હોય છે. તે તમને હળવા કરીને, હસાવીને, કામોત્તેજિત કરતા હોય તો તેમાં કશું ખોટું નથી.
પ્રશ્ન:મારી ઉંમર ૧૭ વરસ છે અને મને એક ૨૦ વર્ષન છોકરા સાથે પ્રેમ છે.તે બીજા શહેરનો છે એટલા માટે અમે દરરોજ મળી શકાતું નથી.પરંતુ ફોન ઉપર ખૂબ લાંબી વાતો ચાલતી હોય છે શું આને જ પ્રેમ કહેવાય અમુક સમયે એવો અનુભવ થાય છે કે તે મને સ્પર્શ કરે છે તો પણ મને લાગણીનો અનુભવ થતો નથી.તમે જણાવશો કે આ અમારી વચ્ચેનો સંબંધ ટકશે.આ વિષય અંગે સલાહ આપવા વિનંતી.
ઉત્તર:જોવો પ્રેમ પણ એક એવો અનુભવ છે જે તમારી સાથે ના હોય ત્યારે જે અનુભવ થાય તમને ફક્ત તેજ દેખાય અને લાગણીનો અનુભવ થાય છે તેજ સાચો પ્રેમ.પ્રેમને ગંભીરતાથી સમજવા માટે તમારી ઉંમર ઘણી નાની છે.ઉંમર વધશે તેમ તમે તમારી લાગણીઓ સમજી શકશો.હમણા તમે તમારા સંબંધને પ્રેમનું નામ આપ્યા વગર આગળ વધારો.હમણા આ સંબંધ મૈત્રી પૂરતો જ સીમિત રહેવા દો. યોગ્ય ઉંમરે યોગ્ય નિર્ણય લો સમયને સમયનું કામ કરવા દો.તમારો આ સંબંધ લાંબા સમય સુધી ટકી રહે તે કહેવું શક્ય નથી એ તમારી મિત્રતા ને આધીન છે.માટે તમે તમારી આ મિત્રતાને લાંબા સમય સુધી જાળવી રાખો.