કાયમ યુવાન દેખાવા માટે કરો આ મફત મળતી ઔષધિનું સેવન, મંદ પડેલું પુરુષત્વ પાછુ આવશે,માહિતી વધુમાં વધુ શેર કરો

લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો

આજે એવી વાત બતાવવા જઈ રહ્યા છીએ કે, આજના લોકોને ખુબ જ ફાયદાકારક છે જો નાની ઉંમરમાં જ માણસ વૃદ્ધ દેખાવા લાગે તો તેના માટે આ ખુબજ ફાયદાકારક માનવામાં આવે છે, આપણા ઋષિ-મુનિઓ પણ આ વનસ્પતિનો ઉપયોગ કરતા હતા, આ ઔષધિને ગુજરાતીમાં કવચ કોચા અથવા ભૈરવસિંગ નામથી પણ ઓળખવામાં આવે છે.

કવચ કૌચા સૌથી વધારે ચોમાસામાં ઉગે છે, અને જે જગ્યા પર બારેમાસ પાણી ભરાયેલું રહેતું હોય ત્યાં વધારે નીકળે છે. કૌચાના વેલા પર વાળ જેવી રુવાટી જોવા મળે છે અને તેને જાંબુડિયા રંગના ફૂલ આવે છે, તેની શિંગો બે થી ત્રણ ઇંચ લાંબી એસ આકારની હોય છે તેનાં પાન ૩ ની જોડ માં હોય છે. કવચ કૌચાની બે જાત હોય છે કાળી અને સફેદ.

કાળા કવચના બીજ ને કે પાનને અડવા માં આવે તો તરત જ ખંજવાળ આવવા લાગશે, ક્યારેક તો ચામડી પર લાલ ચાઠા પણ બની જાય છે એટલે કાળી કૌચાથી દૂર રહેવું.

સૌપ્રથમ કવચના બીજને સાફ કરવા માટે જેટલા બીજ હોય તેનું બમણું દૂધ લેવું અને તેને ધીમા તાપે ગરમ કરવું, ગરમ થઇ જાય એટલે બીજી ફુલવા લાગશે. ત્યાર બાદ બીજ ની છાલ કાઢી નાખવી અને તેને તડકે સૂકવી દેવા, સુકાઈ જાય પછી તેનો પાવડર કરી, તેમાં ગોખરુ, મુસરી, આમળા, ગળો, સત્વ સરખે ભાગે નાખવું. ત્યારબાદ આ પાવડરમાં સાકર મિક્ષ કરીને સવાર-સાંજ ભૂખ્યા પેટે આ પાવડરને દૂધ સાથે લેવું. આમ કરવાથી મંદ પડેલું પુરુષત્વ પાછુ આવી જાય છે. અને જો તમે વૃદ્ધ દેખાવા લાગ્યા હોય તો યુવાન દેખાવા લાગશો.

જે વ્યક્તિને કાયમ માટે માથાનો દુખાવો રહેતો હોય તે લોકો માટે કવચ ખુબ જ ફાયદાકારક છે. તેના માટે પાંદડા ને ત્યાં પીસીને માથા પર લગાવવાથી માથાનો દુખાવો મટી જાય છે. કવચ કૌચાના પાંદડા નો ઉકાળો બનાવીને પીવાથી કબજિયાતમાં ફાયદો થાય છે. જો કોઈને શ્વાસની બીમારી હોય તો ૧ થી ૨ ગ્રામ કવચના બીજના ચૂર્ણને મધ અને ઘી સાથે લેવાથી શ્વાસની તકલીફમાં રાહત થાય છે.

કવચ કૌચાનું સેવન ગર્ભવતી સ્ત્રીઓએ કે બાળકોએ ક્યારે કરવું ન જોઈએ. અને તેનું સેવન વધારે ન થઇ જાય તેનું ખાસ ધ્યાન રાખવું. નહીં તો, ઝાડા કે માથાનો દુખાવો થવાની સંભાવના વધી જાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here